Monday, May 4, 2026

અમદાવાદના આ વિસ્તારમાં કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર, કારચાલક સાથે થઈ હતી બબાલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બોપલ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. MICA કોલેજના વિદ્યાર્થીએ કાર ચાલકે ટક્કર મારી હતી. આથી માઇકાના વિદ્યાર્થીએ કારચાલકને કાર ધીમે ચલાવવા કહ્યું હતું, પરંતુ ડ્રાઇવરે ગુસ્સામાં આવીને વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું હોસ્પિટલ પહોંચે એ પહેલા જ મોત થયું છે. મારામારી બાદ કાર ચાલક ફરાર થયો છે. સમગ્ર ઘટના અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત રાત્રે મિત્રો સાથે પ્રિયાંશુ ફરવા નીકળ્યો હતો ત્યારે એક કારચાલક સાથે બબાલ થઈ ગઇ હતી. કારચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો જેને લઈને આ લોકોએ સીધી રીતે કાર ચલાવવા કહ્યું હતું જેના પર મામલો ગરમાઈ ગયો અને કારચાલકે છરી વડે એક પછી એક ઘા કરી પ્રિયાંશુને લોહીલુહાણ કરી નાખ્યો હતો. હાલમાં આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો પોલીસ પણ પહેલા ચોંકી ઉઠી હતી કે મૃતક કયાનો છે અમદાવાદનો છે કે અમદાવાદની બહારનો છે પરંતુ ત્યારબાદ તપાસ કરતા સામે આવ્યું કે વિધાર્થી માઈકા કોલેજનો છે અને આ ઘટનાને લઈ પોલીસે કોલેજને પણ ધ્યાન દોર્યુ ત્યારે આગામી સમયમાં આરોપી ઝડપાય પછી જ સત્ય સામે આવી શકશે.મૃતકનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...