Friday, April 10, 2026

અમદાવાદની આ 22 માળની ઈમારતના આઠમા માળે લાગી ભયાનક આગ, એક મહિલાનું મોત, 200 નું રેસ્ક્યૂ કરાયું

spot_img
Share

અમદાવાદ : શુક્રવારે મોડી રાતે શહેરના બોપલ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. બોપલમાં આવેલી ઈસ્કોન પ્લેટિનમ નામની બિલ્ડિંગમાં એમ બ્લોકના આઠમા માળે આગ લાગી હતી. રાત્રે 22 માળના બિલ્ડીંગમાં આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સોસાયટીના અનેક સભ્યોને ધુમાડાના કારણે શ્વાસ રુંધાયા હતા. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ આગમાં 56 વર્ષીય મહિલા મીના શાહનું મોત નિપજ્યું છે. તો આગમાં ફસાયેલા 200 લોકોને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના બોપલમાં આવેલી ઈસ્કોન પ્લેટિનમ ઈમારતના M બ્લોકના આઠમાં માળે શુક્રવારે મોડી રાતે આગ લાગી હતી. આ આગને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો. 56 વર્ષીય મીના શાહનું આગથી મોત નિપજ્યું છે. આગ લાગ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગ 21 માં માળ સુધી પ્રસરી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. ઘરમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ હાથ ધરાયું હતું. ધુમાડાના કારણે કેટલાક લોકોના શ્વાસ રૂંધાતા તેમને હૉસ્પિટલ ખસેડાયા. લગભગ, ફાયર વિભાગે 200 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

બિલ્ડિંગના ડક્ટમાં આગ લાગતા ઝડપથી પ્રસરી હતી. આગમાં દાઝલા લોકોને નજીકની ત્રણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જેમાં એક મહિલાની હાલત ગંભીર થતા ICU માં સારવાર હેઠળ છે. હાલ ઇસ્કોન પ્લેટિનમના M બ્લોકને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આગમાં 56 વર્ષીય મીના શાહનું મોત નિપજ્યું છે. તો 10-12 વર્ષીય બાળકી પણ સારવાર હેઠળ છે. આ ઉપરાંત એપાર્ટમેન્ટના રહીશોમાંથી 30-40 લોકો સારવાર હેઠળ છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનામાં ટેલિફોનિક વાતમાં સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ જરૂરીયાત પુરી કરવાની ખાતરી પણ આપી હતી. દેવ દિવાળીએ ફટાકડાને કારણે આ આગ લાગી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મોડી રાતે અમદાવાદ શહેરમાં આગના જુદા જુદા બનાવ બન્યા હતા. બોપલની ઈસ્કોન પ્લેટિનમ રહેણાંક બિલ્ડીંગ ઉપરાંત મોટેરામાં પણ આગનો બનાવ બન્યો હતો. AMC ના એસ્ટેટ વિભાગના ખુલ્લા પ્લોટમાં આગનો બનાવ બન્યો હતો. દબાણ હટાવ કામગીરી અંતગત કબ્જે લેવાયેલો મોટો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આગના બાનવોમાં કોઈ જાનહાની થઈ ન હતી. ફટાકડાના કારણે આગ લાગતા મોડીરાતે ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...