અમદાવાદ : શહેરના નવા વાડજના ઉત્સવ એપાર્ટમેન્ટનું રિડેવલોપમેન્ટ હમણાં ચર્ચાનું હોટ ટોપીક બન્યો છે ત્યારે અમો દ્વારા નવા વાડજની અન્ય અલગ અલગ હાઉસીંગ વિસ્તારની સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓ સાથે વર્તમાન હાઉસીંગ રિડેવલોપમેન્ટ અંગે વાત કરી ત્યારે મોટાભાગના હાઉસીંગના ચેરમેન સેક્રેટરીઓએ વર્તમાન હાઉસીંગ પોલીસી અંગે નાખુશી જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે વર્તમાન પોલીસીમાં નાનું બાંધકામ અને અલગ અલગ પ્લોટ વગેરે રહીશોના હિતમાં નથી, મોટાભાગના લોકોનો અવાજ એવો હતો કે વર્તમાન પોલીસીમાં જવા કરતા, થોભો અને રાહ જુઓ…નીતિ અખ્યતાર કરી હતી.
હાઉસીંગ રિડેવલોપમેન્ટમાં જવા તૈયાર છીએ, પરંતુ વર્તમાન પોલીસીમાં હાઉસીંગ બોર્ડને ફાયદો થાય છે, વેેઈટ એન્ડ વોચ, રાહ જુઓ, બાંધકામ નાનું આપે છે, મુળ બાંધકામ ૪૫ વાર છે ચાલીસ ટકા વધારો ગણવા જઈએ તો ૭૨ વારનું નવું બાંધકામ મળે જે ખુબ જ નાનું છે…ભરતભાઈ પારેખ, સેક્રેટરી, શિવમ એપાર્ટમેન્ટ, નવા વાડજ.
વર્તમાન હાઉસીંગ પોલીસીમાં અમને કોઈ રસ નથી, પોલીસી વ્યસ્થિત લાગી નહીં, છેલ્લી મીટીંગમાં હાઉસીંગના અધિકારીઓ સાથે મિટીંગમાં અધિકારીઓએ હાથ અધ્ધર કરી દીધા હતા,બધુ બિલ્ડરનું જોડે નક્કી કરવાનું હોય તો હાઉસીંગ બોર્ડ કરશે શું…? અહીં મોટાભાગના મધ્યમ વર્ગના લોકો રહે છે, કોઈનું અહિત થઈ જાય લોકો માફ કરે નહીં, ૯૦ ટકાની મંજુરી છે પરંતુ વર્તમાન પોલીસીમાં તૈયાર નથી.અલગ અલગ પ્લોટીંગ કરવામાં આવે તો ભારત-પાકિસ્તાન જેવું થઈ જાય…દિનેશભાઈ જગાણીયા, પ્રમુખ અભિલાષા એપાર્ટમેન્ટ, નવા વાડજ
એક જ વસ્તું છે વર્તમાન હાઉસીંગ પોલીસી છે જેમાં આપણને નડે છે હાઉસીંગ બોર્ડ. બિલ્ડર મોટું આપવા તૈયાર છે પરંતું હાઉસીંગમાં પરમીશન લેવા જઈએ તો તમો ૯૯ વર્ષના ભાડા પટ્ટે છો, જયારે કોર્ટના હુકમ કહે છે ૧૫ વર્ષ થી વધુ કબજો હોય તો માલિકી હક લાગી જાય છે.રિડેવલોપમેન્ટમાં હાઉસીંગ નીકળી જાય તો સભ્યોને મોટુ બાંધકામ મળી શકે એમ છે.
રામાપીરના ટેકરો ઉપર દસ્તાવેજ અને પાવર ઓફ એટર્ની પણ નથી એમને ખાનગી બિલ્ડર દ્વારા બે રૂમ રસોડું મળતું હોય તો હાઉસીંગને વધારે મળવું જોઈએ, ભૂતકાળમાં હાઉસીંગ બોર્ડ જાતે બનાવ્યા એમ નવા વાડજમાં પણ બનાવવા જોઈએ…શક્તિસિંહ ઝાલા, ઉપપ્રમુખ, વિશ્રામ પાર્ક સોસાયટી, નવા વાડજ.
હાઉસીંગની વર્તમાન પોલીસીમાં મુળ બાંધકામના ૪૦ ટકા વધારાનું બાંધકામ મળે એ પ્રમાણે ૨૫ મીટર જુનું છે જો રિડેવલોપમેન્ટ થાય નવું બાંધકામ ૩૬ મી થાય, અત્યારે લોકો ૫૦ મીટરથી વધુ લોકો બાંધકામ વાપરી રહ્યા છે જેથી લોકો તૈયાર નથી, રિડેવલોપમેન્ટ પહેલા લોકોના દસ્તાવેજની પ્રક્રિયા થવી જોઈએ, ભૂતકાળની જેમ દસ્તાવેજનું પેકેજ આવવું જોઈએ…ધવલભાઈ દરજી, ઉપપ્રમુખ, શ્રીનાથ એપાર્ટમેન્ટ.
વર્તમાન હાઉસીંગ પોલીસીમાં બિલકુલ તૈયાર નહીં, અલગ અલગ પ્લોટીગની પોલીસી મંજુર નથી, પહેલી ફાળવણી મુળ માલિકને થવી જોઈએ…એક જ એસોસિયેશન હોવું જોઈએ…કોર્મશિયલ રોડ પર અને મકાનો અંદર જે મંજુર નથી, હાઉસીંગ બોર્ડે જે તે સમયે ખેડુત પાસેથી નજીવા ભાવે જમીન લીધી હતી, જે તે સમયની જંત્રી પ્રમાણે પૈસા ગણવા જોઈએ. જંત્રી મુદ્દે હાઉસીંગ પોલીસીનો વિરોધ કર્યો છે…નટુભાઈ પટેલ, પ્રમુખ, આનંદનગર એપાર્ટમેન્ટ, નવાવાડજ.
હાઉસીંગની વર્તમાન પોલીસીમાં અમો તૈયાર નથી, રહીશોને હજુ મોટુ બાંધકામ આપવું જોઈએ, નવા વાડજમાં સૌથી જુના અને જર્જરીત હોવા છતા રહીશો વધુ મોટા બાંધકામની માગણી કરી રહ્યા છે વર્તમાન ૪૦ ટકા વધુ બાંધકામની પોલીસીમાં લોકોનું હિત જળવાતું નથી…કુકાભાઈ ભરવાડ, પ્રમુખ, હરીઓમ એપાર્ટમેન્ટ, નવા વાડજ.
વર્તમાન હાઉસીંગ પોલીસી અંગે પૂછતા તેઓએ થોભો અને રાહ જુઓ, સોસાયટીમાં રહીશો ઉતાવળ કરવાની જરૂર નથી એવું જણાવે છે આજુબાજુમાં થાય પછી વિચારીએ એમ કહીને થોભો અને રાહ જુઓ…જયોતિન્દ્ર બારોટ, પ્રમુખ, સાગર એપાર્ટમેન્ટ, નવા વાડજ.
વર્તમાન હાઉસીંગ પોલીસીમાં ના જવું જોઈએ, પ્લોટના ત્રણ ભાગ કરે છે, એમાંય સારો પ્લોટ બિલ્ડર લઈ લે, બીજો સારો પ્લોટ હાઉસીંગ બોર્ડ લઈ લે અને ત્રીજા પ્લોટમાં બાંધકામ બનાવે, પોલીસી હેઠળ એ મંજુર નથી…વિનોદભાઈ ગઢવી, નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ.
વર્તમાન હાઉસીંગ પોલીસીમાં અલગ અલગ પ્લોટ અને વધારાના બાંધકામ ૪૦ ટકા વધુ બાંધકામ આપે છે જે પોલીસીમાં અમો તૈયાર નથી, મીનીમમ થ્રી બીએચકે મળવું જોઈએ…વિજય આર ગુપ્તા, સેક્રેટરી, નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ.
ગુજરાત હાઉસિંગ બોર્ડ આપેલ મકાન જે સેલ્ફ ફાઇનાન્સ હોય જેમને પૈસા ની સામે દસ્તાવેજ બનાવી આપેલો હોય તેમના પૈસાનું વળતર કોણ આપશે અત્યારના મૂળ બાંધકામના ૪૦% વધારામાં અમને પોસાય એમ નથી અમે અમારા પૈસાનું વળતર પણ નીકળતું દેખાતું નથી તો ૪૦% વધારો તમને કેવી રીતે પોસાય અમને અમારા મકાનના ત્રીસ વરસ નું વળતર કોણ આપશે…પિયુષભાઈ દિક્ષીત, પલક એપાર્ટમેન્ટ, નવા વાડજ.