અમદાવાદ : અમદાવાદના ઘાટલોડીયામાં લિવ ઇનમાં રહેતી આસામની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક શિવાલી કશ્યપના ભાઇએ સૌરવ પુરોહિત સામે આસામમાં ફરિયાદ નોંધાવી છે. સૌરવ પુરોહિતની માતા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.અમદાવાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે. ઘાટલોડીયા પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં થોડા દિવસ પહેલા આસામની યુવતીના રહસ્મય આપઘાત કેસમાં એક નવો વળાક સામે આવ્યો છે. થોડા સમય પહેલા શિવાલી કશ્યપ નામની યુવતીએ આપઘાત કર્યો હતો.યુવતી અમદાવાદમાં ઇન્ટિરિયર ડિઝાઇનરનો અભ્યાસ કરી રહી હતી. આપઘાતના શંકાસ્પદ મોત મામલામાં શિવાલીના ભાઈ આશુતોષ બરુઆએ આસામમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. શિવાલીના કથિત બોયફ્રેન્ડ સૌરવ પુરોહિત અને તેની માતા રંજના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે.
આ અગાઉ ઘાટલોડીયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.યુવતીનુ શંકાસ્પદ મોત હોવાથી પોલીસે સૌરભની તપાસ કરવામાં આવી હતી.ફરિયાદ આસામના શિવસાગર જિલ્લાના નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. એફઆઇઆર તપાસ માટે ઝીરો નંબરથી ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાઈ છે. ઘાટલોડિયા પોલીસે કેસની આગળની તપાસ હાથ ધરી છે.