Tuesday, January 13, 2026

અમદાવાદીઓ આનંદો ! રિવરફ્રન્ટ ખાતે દર શનિ-રવિ આ લોકેશન પર આકાશમાં ઉડતા પક્ષીઓ નિહાળી શકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે આનંદના સમાચાર આવી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓને લોકોને જોવા માટે ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બર્ડ વોચિંગ કરાવવાનું આયોજન કર્યું છે. રિવરફ્રન્ટના ચાર લોકેશન ઉપરથી ખાસ બર્ડ વોચરની ટીમ દ્વારા લોકોને ટેલિસ્કોપ અને કેમેરાની મદદથી વિવિધ પ્રજાતિના પક્ષીઓ બતાવવામાં આવશે. અમદાવાદમાં સૌપ્રથમ વખત સાબરમતી રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રિજ નીચે આવેલા બાયોડાઇવર્સિટી પાર્ક ખાતેથી બર્ડ વોચિંગની આગામી 5 જુલાઈથી શરૂઆત કરવામાં આવશે. પક્ષીઓ જોવા માટે દ્વારા આપવામાં આવેલા ગુગલ ફોર્મ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા દર શનિ-રવિ હવેથી બર્ડ વોચિંગ કરાવવામાં આવશે. ખાસ બોર્ડ વોચરના નિષ્ણાંતો દ્વારા ટેલિસ્કોપ, દૂરબીન, કેમેરા અને પક્ષીઓની માહિતી આપતી હેન્ડબૂક લોકોને આપવામાં આવશે.અમદાવાદ શહેરમાં અનેક જાતિના પક્ષીઓ આવેલા હોય છે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં સવારે અને સાંજે પક્ષીઓ આવતા હોય છે. શહેરની સુંદરતામાં વધારો કરતા આવા પક્ષીઓની લોકો સુધી માહિતી પહોંચે તેના માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા લોકો પક્ષીઓ જોઈ શકે તેના માટે આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.

જે લોકો રિવરફ્રન્ટ પર આવતા પક્ષીઓ જોવા માંગતા હોય તેમણે https://forms.gle/EU24t1skQABryAZEA લિંક ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઉપરાંત એક સ્કેનર પણ આપવામાં આવ્યું છે જે મારફતે ગુગલ ફોર્મની લીંક મેળવી શકાશે. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાર જેટલા લોકેશન નક્કી કરવામાં આવ્યા છે. પક્ષીઓને જોવા માટે સવારે 6થી 8 અને સાંજે 5થી 7 વાગ્યાનો સમય રહેશે. આકાશમાં ઉડતા પક્ષીઓ, તેમના અવાજ તેમની અનોખી મનમોહક અદાઓ કેમેરામાં લોકો કેદ કરી શકશે. અમદાવાદમાં 191 પ્રજાતિના દર વર્ષે બે લાખ જેટલા પક્ષીઓ આવતા હોય છે

ક્યાં ક્યાં લોકેશન

બાયોડાયવર્સિટી પાર્ક, આંબેડકર બ્રિજ નીચે
ફ્લાવર પાર્ક
દૂધેશ્વર બ્રિજ
રેલવે સુભાષબ્રિજ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....