27.8 C
Gujarat
Wednesday, July 2, 2025

રેલવે મુસાફરો ખાસ વાંચે, અમદાવાદ સ્ટેશન પર મોટા ફેરફાર, કઈ ટ્રેનો ક્યાંથી ઉપડશે અને ક્યાં ઊભી રહેશે?

Share

અમદાવાદ : શહેરના મુખ્ય રેલવે સ્ટેશન, કાલુપુર સ્ટેશનની કાયાપલટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રી-ડેવલપમેન્ટના ભાગરૂપે પ્લેટફોર્મ નંબર 8 અને 9 પર રેલવે ઓવર બ્રિજનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે RLDA દ્વારા આ કામ માટે 5 જુલાઈ 2025થી 12 સપ્ટેમ્બર 2025 સુધી, એટલે કે 70 દિવસ સુધી પાઇલિંગ કામ માટે બ્લોક લેવામાં આવશે. આ કામગીરીને કારણે આ સમયગાળા દરમિયાન કેટલીક ટ્રેનોના ટર્મિનલ હંગામી ધોરણે બદલવામાં આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડતી અને આવતી કેટલીક ટ્રેનો હવે અસારવા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચલાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ હવે પ્લેટફોર્મ નંબર 6 થી 8 પર કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરીને કારણે 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી, એટલે કે 70 દિવસનો મેગા બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના લીધે અમદાવાદ સ્ટેશનથી ઉપડતી કે આવતી 6 ટ્રેનોને મણિનગર, વટવા અને અસારવા સ્ટેશન પર શિફ્ટ કરાશે, જ્યારે અમદાવાદ સ્ટેશન પર ઊભી રહેતી 19 ટ્રેનને સાબરમતીમાં સ્ટોપેજ અપાશે.

એક અહેવાલ મુજબ, કાલુપુર રેલવે સ્ટેશન પર રી-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, જેના માટે 5 જુલાઈથી બ્લોક લેવામાં આવશે, જેના કારણે આ સમયગાળામાં કાલુપુર સ્ટેશનથી ઉપડતી અને આવતી કેટલીક ટ્રેનોના સ્ટોપેજમાં ફેરફાર કરાયો છે. યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે, મુસાફરી કરતા પહેલા ટ્રેનોના સમય અને સ્ટોપેજની વિગતો જરૂર તપાસી લે. તમામ માહિતી માટે www.indianrail.gov.in ની મુલાકાત લઈ શકાય છે.

પાંચમીથી આ ટ્રેન સાબરમતી ખાતે ઊભી રહેશે
પાંચમી જુલાઈથી 12479 જોધપુર-બાંદ્રા એક્સપ્રેસ, 19016 પોરબંદર-દાદર એક્સપ્રેસ, 20495 જોધપુર-હડપસર એક્સપ્રેસ, 20496 હડપસર-જોધપુર એક્સપ્રેસ, 22724 શ્રીગંગાનગર-નાંદેડ એક્સપ્રેસ, 14707 લાલગઢ-દાદર એક્સપ્રેસ, અને 22966 ભગત કી કોઠી-બાંદ્રા એક્સપ્રેસ તથા 14702 બાંદ્રા-શ્રીગંગાનગર એક્સપ્રેસ ટ્રેન કાલુપુરને બદલે સાબરમતી ખાતે ઊભી રહેશે.

આટલી ટ્રેન પણ સાબરમતી ખાતે હોલ્ટ રહેશે
6 જુલાઈથી 22452 ચંડીગઢ-બાંદ્રા એક્સપ્રેસ અને 22738 હિસાર-સિકંદરાબાદ એક્સપ્રેસ, 7 જુલાઈથી 12960 ભુજ-બાંદ્રા એક્સપ્રેસ, 8 જુલાઈથી 22664 જોધપુર-ચેન્નઈ એગ્મોર એક્સપ્રેસ, 22916 હિસાર-બાંદ્રા એક્સપ્રેસ અને 20824 અજમેર-પુરી એક્સપ્રેસ, 9 જુલાઈથી 22992 ભગત કી કોઠી-વલસાડ એક્સપ્રેસ, 10 જુલાઈથી 12998 બાડમેર-બાંદ્રા એક્સપ્રેસ અને 20943 બાંદ્રા-ભગત કી કોઠી એક્સપ્રેસ, અને 11 જુલાઈથી 12966 ભુજ-બાંદ્રા એક્સપ્રેસ પણ સાબરમતી ખાતે ઉભી રહેશે.

આ ટ્રેનના પણ સ્ટોપેજમાં ફેરફાર
5 જુલાઈથી ગુજરાત ક્વીન (19034) મણિનગરથી ઉપડશે. ડબલડેકર (12932) 7 જુલાઈથી મણિનગરથી ઉપડશે. 5 જુલાઈથી ગુજરાત એક્સપ્રેસ (22953) અને ડબલડેકર એક્સપ્રેસ (12931) વટવા સ્ટેશનથી ઉપડશે. જ્યારે નવજીવન એક્સપ્રેસ (12656) 4 જુલાઈથી અને (12655) 5 જુલાઈથી અસારવા સ્ટેશનથી ઉપડશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles