Friday, January 16, 2026

અમદાવાદની આ સ્કૂલમાં હિંસા: LC લેવા આવેલા વાલીએ શિક્ષકને છરીના ઘા ઝીંક્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના પૂર્વમાં રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ (LC) લેવા આવેલા વાલીએ સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હતો. શિક્ષકે શુક્રવારે LC લેવા આવવાનું કહ્યું, જેથી વાલીએ ઉશ્કેરાઈને પહેલા શિક્ષકને લાફો મારી દીધો. ત્યાર બાદ શિક્ષકના માથે છરી મારી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે. આ અંગે શિક્ષકે વાલી વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં વાલીએ સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. દીકરીનું LC લેવા માટે જ્યારે તેના વાલી હાજી મુસ્તાક અહેમદ શાળાએ આવ્યા હતા ત્યારે તેઓ શાળાના આચાર્યને મળ્યા હતા અને બાદ, આ બહાર ક્લાર્ક-કમ-શિક્ષકને મળ્યા હતા અને તેમને એલસી માટે વાતચીત કરી હતી તે દરમિયાન તેમણે શુક્રવારે LC લેવા માટે આવવા જણાવ્યું હતું. આથી વાલી હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો હતો.LC માટેની વાતચીતથી ઉશ્કેરાઈ ગયેલા શિક્ષકે શબ્બીર શેખને લાફો મારી દીધો હતો. આ દરમિયાન શબ્બીર શેખ પર હાજી મુસ્તાકે તેના ખિસ્સામાંથી છરી કાઢીને હુમલો કર્યો હતો. આ જોઈને શાળાનો સ્ટાફ ભેગો થઈ ગયો હતો અને બંનેને છૂટા પાડયા હતા.

શબ્બીર શેખને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ઘટનામાં તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને 7 જેટલા ટાંકા આવ્યા હતા. આ ઘટના બાદ શબ્બીર શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે. રખિયાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...