અમદાવાદ : શહેરના પૂર્વ રિવરફ્રન્ટ પર દુધેશ્વર નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી લક્ઝુરિયસ પોર્શે કાર ડિવાઈર કૂદીને સામેથી આવતી અન્ય એક કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અચાનક સાયકલ ચાલક આવી જતા સર્જાયેલ આ અકસ્માતમાં લક્ઝુરિયસ કારમાં સવાર બે મુસાફરોને ઈજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
રિવરફ્રન્ટ પૂર્વમાં સાયકલ ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયાની વિગત સામે આવી રહી છે. સાયકલ ચાલકને બચાવવા જતા કારે બ્રેક મારતા એક કાર પલટી મારી ગઈ હતી. બે કાર ભટકતા એક કારને નુકશાન થયું છે. કારમાં સવાર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હોવાની વિગત પોલીસ પાસેથી જાણવા મળી રહી છે. આ બનાવની જાણ થયા બાદ હવે સમગ્ર મમાલની તપાસ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.