Thursday, September 17, 2026

અમદાવાદમાં ખાડો ખોદે તે પડે’ જેવો ઘાટ, AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, સ્થાનિકોમાં પણ આક્રોશ

spot_img
Share

અમદાવાદ : કહેવાય છે કે ‘ખાડો ખોદે તે પડે’, અને આ કહેવત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે આજે અક્ષરશઃ સાચી સાબિત થઈ છે. શહેરના વ્યસ્ત એવા CTM ચાર રસ્તા પાસે AMC દ્વારા જ ખોદવામાં આવેલા એક ખાડામાં AMCનો જ ટ્રક ફસાઈ જતા જોવા જેવી થઇ હતી અને કોર્પોરેશનના કામની પોલ ખુલી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સને લઈને શહેરના અનેક વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યું છે. CTM ચાર રસ્તા પાસે પણ AMC દ્વારા રસ્તાનું કામ કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. નિયમ મુજબ કોઈપણ ખોદકામ બાદ ત્યાં યોગ્ય મટીરિયલ વાપરીને મજબૂત પુરાણ કરવાનું હોય છે, પરંતુ અહીં સંતોષ માનવા ખાતર માત્ર માટી નાખીને કામ પૂરું કરી દેવાયું હતું.

આજે જ્યારે AMCનું જ એક ડમ્પર આ રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે માટીવાળા પોચા પુરાણને કારણે ડમ્પરના ટાયર જમીનમાં ધસી ગયા હતા. ડમ્પર એવી રીતે ફસાયું હતું કે તેને બહાર કાઢવા માટે ભારે મથામણ કરવી પડી હતી. આ દ્રશ્ય જોઈને રાહદારીઓ અને સ્થાનિકોમાં હાસ્યની સાથે ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. લોકો કહી રહ્યા છે કે, “તંત્રએ જે ખાડો જનતા માટે ખોદ્યો હતો, આજે તેમાં પોતે જ ફસાયું છે.”એટલું જ નહીં આ જોઈને સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.

આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી માત્ર ઉપરછલ્લું કામ કરીને ભ્રષ્ટાચારને ડાટી દેવાનો પ્રયાસ થયો છે. સ્થાનિકો પ્રશ્ન કરી રહ્યા છે કે જો આ ખાડામાં કોઈ રાહદારી કે ટુ-વ્હીલર ચાલક ફસાયો હોત અને કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત, તો તેની જવાબદારી કોણ લેત?

હાલમાં તો ડમ્પરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ શું ભ્રષ્ટાચારના આ ખાડામાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ એક્શન લેવાશે કે પછી ફરીથી માટી નાખીને આખા મામલાને રફાદફા કરી દેવામાં આવશે?

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...