Sunday, January 25, 2026

એસજી હાઈવે પર હિટ એન્ડ રન, સાઇક્લિંગ કરતા બે ડૉક્ટરને ફંગોળી કારચાલક ફરાર, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વહેલી સવારે એસજી હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાઇક્લિંગ કરી રહેલા બે ડૉક્ટરોને અજાણ્યા કારચાલકે પૂરપાટ ઝડપે આવીને ટક્કર મારી હતી. જોકે, કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. સદનસીબે બંનેના જીવ બચી ગયા હતા. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટના અંગે ડૉક્ટરે એસ.જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધાવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સેટેલાઈટમાં રહેતા ડોક્ટર અનીશ તિવારી, તેમનાં પત્ની ડોક્ટર રીનાબેન તિવારી, ડોક્ટર આશિષ શાહ, ક્રિષ્નાબેન શુક્લા, ડોક્ટર અમર શાહ, ડોક્ટર ઝંખના શાહ અને ડોક્ટર પારુલ ભાટિયા ભેગા મળીને સવારે 6 વાગે પોતપોતાની સાઇકલ ઉપર સાઇક્લિંગ કરતા વૈષ્ણોદેવી સર્કલથી વડસર જવાનું નક્કી કર્યું હતું. સાઇક્લિંગ કરતાં-કરતાં તેઓ હેબતપુર નજીક બનેલા બ્રિજ ઉપરથી પસાર થતાં હતાં ત્યારે અચાનક પાછળથી આવેલી કારે ડોક્ટર અનીશ અને ક્રિષ્નાબેનને ટક્કર મારી હતી. ડોક્ટર અનીશને ટક્કર વાગતા તેઓ સાઇકલ લઈને નીચે પડી ગયા હતા જ્યારે મહિલા ડૉક્ટર ક્રિષ્નાબેન બેભાન થઈ ગયાં હતાં.

ડોક્ટર અનિશનાં પત્નીએ 108ને ફોન કર્યો હતો. જેથી, 108 તાત્કાલિક બંનેને સારવાર માટે થલતેજની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. ડૉક્ટર અનિશને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે ક્રિષ્નાબેનને ફેક્ચર થયું હતું. આ અંગે ડોક્ટર અનીશે અજાણ્યા કારચાલક વિરુદ્ધમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાવ્યો છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં બંનેનો બચાવ થયો હતો, જે પ્રમાણે કારે ટક્કર મારીને કારચાલક નાસી ગયો હતો તે પ્રમાણે હિટ એન્ડ રન જેવી જ ઘટના દેખાઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...