Tuesday, May 5, 2026

અમદાવાદીઓ પાસે AMC એ રોડ, ગટર અને પાણી સહિતના પ્રજાલક્ષી કામો અંગે સૂચનો માગ્યા

spot_img
Share

અમદાવાદઃ શહેરના ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ આગામી વર્ષ 2025-26ના બજેટની તૈયારી કરી રહ્યા છે. ત્યારે શહેરના નાગરિકો પણ પોતાના વિસ્તારના વિકાસના કામો અંગે યોગ્ય સુચન કરશે તો તેવા કામોનો બજેટમાં સમાવેશ કરાશે. આથી મ્યુનિ.ના સત્તાધિશોએ શહેરના નાગરિકો પાસેથી સુચનો માગ્યા છે. નાગરિકો આગામી 29મી નવેમ્બર સુધી નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે amcbudget202526@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકે છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતાના વાર્ષિક બજેટમાં નાગરિકોને તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી લઈને વિકાસના કામો માટે સૂચનો મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે પણ બજેટમાં માટે નાગરિકોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં રાખી અને જે મુદ્દાઓ સમાવિષ્ટ કરવા લાયક હશે, તેને કોર્પોરેશન દ્વારા આગામી બજેટમાં ધ્યાનમાં લેવામાં આવશે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26ના બજેટમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં કઈ સુવિધા જોઈએ છે, તેના માટે સૂચન મંગાવવામાં આવ્યા છે. શહેરીજનોને પુરી પાડવામાં આવતી વિવિધ પ્રજાલક્ષી સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી, લાઈટ, બાગ-બગીચા, સફાઈ અને વિકાસનાં કામો વગેરે બાબતોના સૂચનો મંગાવવામાં આવ્યા છે. અમદાવાદીઓ 25થી 29 નવેમ્બર સુધીમાં નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે amcbudget202526@gmail.com પર પોતાના સૂચનો મોકલી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે વર્ષ પહેલાં વાર્ષિક બજેટ રજૂ કરતાં પહેલાં નાગરિકો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં નાગરિકોએ પોતાના સૂચન આપ્યા હતા અને તેમાંથી 10 ટકા જેટલા સૂચનોને માન્ય રાખીને બજેટમાં તેનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો. બાકીના સૂચનો જે ફરિયાદો મુજબ નિકાલો પણ કરવામાં આવ્યા હતા. રોડ રસ્તા ગટર પાણી સહિતની મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ અંગેના સૂચનો કર્યા હતા. મ્યુનિ. કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિને લઈને પણ નાગરિકોએ સૂચન કર્યા હતા કે, કઈ રીતે રેવન્યુ મ્યુનિ. કોર્પોરેશનની વધી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...