Thursday, January 22, 2026

અમદાવાદના આ વિસ્તારમાં પાડોશીએ 7 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ, હત્યાનો પણ કર્યો પ્રયાસ

spot_img
Share

અમદાવાદ : મહિલાઓ અને દીકરીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં ફરી એકવાર માણસાઈને શરમાવતી ઘટના સામે આવી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં 7 વર્ષની બાળકી પર પાડોશી દ્વારા ધાબા પર બોલાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ સિવાય બાળકીનું ગળુ દબાવી હત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, બાળકીની બૂમો આસપાસના લોકોને સંભળાઈ જતાં લોકો ભેગા થઈ ગયાં હતાં. લોકોને આવતા જોઈ આરોપી છાનામાના ઘમાં જઈને સૂઈ જતાં બાળકીનો જીવ બચી ગયો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નિકોલ વિસ્તારમાં અશોક રાજપૂત નામનો યુવક પાડોશીની 7 વર્ષની બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરની છત પર લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના વિશે બાળકી કોઈને જાણ કરે તે પહેલાં તેનું ગળું દબાવી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકીએ બૂમો પાડતા આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ જતાં આરોપી ઘરમાં જઈને સૂઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં લોકોએ બાળકીને સુરક્ષિત રીતે માતા-પિતાને સોંપી દીધી તેમજ આરોપીને માર મારી પોલીસને સોંપી દીધો હતો.

અમદાવાદમાં તે પરિવાર વિના એકલો જ રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બાળકીને એકલી જોતા તેણે રમાડવાના બહાને દુષ્કર્મ આચરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ મામલે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...