Monday, September 21, 2026

અમદાવાદમાં રોડ પર થૂંકી ગંદકી ફેલાવનાર સામે AMCની કાર્યવાહી, એક અઠવાડિયામાં આટલા લોકો દંડાયા

spot_img
Share

અમદાવાદ : સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત અમદાવાદ શહેરને નંબર વન બનાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ કામગીરી કરી રહ્યું છે. જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં રોડ પર પાન-મસાલા ખાઈને થૂંકનાર લોકો સામે પણ કાર્યવાહી કરાઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં જાહેર રોડ પર થૂંકનારા 623 લોકોને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ઝડપી રૂપિયા 63,400નો દંડ ફટકાર્યો છે. દરરોજ વિવિધ વિસ્તારોમાં ટીમો દ્વારા ફરીને આવા ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક અઠવાડિયામાં શહેરમાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરી રહ્યું છે. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના જંક્શનો પર લગાવેલા પાંચ હજારથી વધુ સીસીટીવી કેમેરાની મદદથી પણ જે વાહનચાલકો ચાર રસ્તા પર વાહન ઊભું રાખે છે તે દરમિયાન રોડ પર થૂંકે તેને સીસીટીવી કેમેરામાં કેપ્ચર કરી તેનો ફોટો લેવામાં આવે છે અને ત્યાર બાદ વાહન નંબરના આધારે તે વ્યક્તિને રૂપિયા 100થી લઈને અને રૂપિયા 500 રૂપિયા સુધીનો દંડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસૂલવામાં આવે છે. સીસીટીવી કેમેરા ઉપરાંત વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના કર્મચારીઓ જે વ્યક્તિ જાહેર રોડ ઉપર થૂંકતા હોય તેમને પકડીને પણ દંડ કરી રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા ઓક્ટોબર મહિનામાં અમદાવાદ શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે અમદાવાદીઓને સાથ સહકાર આપવા માટે કહ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીએ પણ સ્વચ્છતાના સંસ્કાર લાવવાની વાત કરી હતી, ત્યારે આપણે સૌ એક થઈને આપણા અમદાવાદને સ્વચ્છતામાં અગ્રેસર બનાવવા માટે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેર રોડ પર થૂંકીને ગંદકી થતી અટકાવીએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...