Saturday, January 24, 2026

અમદાવાદમાં આ તારીખથી પાલતુ શ્વાન રાખવા નોંધણી કરાવવી પડશે, 200 રૂપિયા ફી સાથે રજિસ્ટ્રેશન ફરજિયાત

spot_img
Share

અમદાવાદ : 1 જાન્યુઆરીથી અમદાવાદમાં પાલતુ શ્વાન રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવવામાં આવ્યુ છે.શહેરીજનો જો પાલતુ શ્વાન રાખવા માંગતા હોય તો તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા રુપિયા 200 ફી ભરવાની સાથે શ્વાનના ફોટોગ્રાફ સાથે તેને રાખવાની જગ્યા સાથેના જરુરી પુરાવા રજૂ કરવા પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં પાળતું શ્વાનને લાગતા ડોગ લવરને મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ દ્વારા જણાવ્યું છે કે, શહેરમાં રોડ પર રખડતા શ્વાન અંગેની ગણતરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં નહોતી આવતી. જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગે હવે આવા પેટ ડોગની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે.

શહેરમાં રાખવામાં આવતા પાળતું શ્વાન (પેટ ડોગ)ના માલિકો / નાગરિકો જોગ જાહેર નોટિસ આપી જણાવવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad cityની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાળતું શ્વાન (પેટ ડોગ)નું રજીસ્ટ્રેશન 1 જાન્યુઆરી 2025થી 90 દિવસ સુધીમાં કરાવવાનું રહેશે.

આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબ સાઇટ https://ahmedabadcity.gov.in ૫રથી ઓનલાઈન માધ્યમથી જરૂરી વિગતો ભરી, પુરાવા સબમીટ કરી પ્રતિ પાળતું શ્વાન (પેટ ડોગ) નોંધણી ફી રૂ. 200 ચૂકવવાના રહેશે. સંપૂર્ણપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા રહેશે. જો જરૂર જણાય તો જમાલપુર જગન્નાથ મંદિરની સામે સેન્ટ્રલ સ્ટોર વિભાગની અંદર આવેલા સીએનસીડી વિભાગમાં સુપ્રિટેન્ડન્ટ અને વેટરનીટી ડોક્ટરનો સંપર્ક કરવાનો રહેશે.

જરૂરી પુરાવા / પ્રક્રિયા
અરજદારનું આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ
અરજદારનું ટેક્ષ બિલ
અરજદારનું લાઈટ બિલ
અરજદારનો ફોટોગ્રાફસ
પાળતું શ્વાન (પેટ ડોગ)નો ફોટોગ્રાફસ
પાળતું શ્વાન (પેટ ડોગ) રાખવાના સ્થળનો ફોટોગ્રાફસ

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...