Tuesday, September 22, 2026

રાણીપના NRI વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ગઠિયા ટોળકીએ 26 લાખ પડાવ્યા

spot_img
Share

અમદાવાદ : શહેરના રાણીપના એનઆરઆઈ વૃદ્ધને પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું હોવાની કહીને સાઈબર ગઠિયાઓએ 25.62 લાખ પડાવી લીધા છે. મુંબઈ જીપીઓના અધિકારી તરીકે ઓળખ આપીને વૃદ્ધ સાથે મહિલાએ ફોન પર વાત કરી હતી. એ પછી મુંબઈ સાઈબર ક્રાઈમના અધિકારી તરીકે ઓળખ આપી તેમને ઘરમાં ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જો પૈસા નહીં આપે તો અમદાવાદથી મુંબઈ લઈ જવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રાષ્ટ્રદીપ સોસાયટીમાં રહેતા મનુભાઈ પટેલ(73) ના પરિવારના તમામ સભ્યો અમેરિકા રહે છે જ્યારે મનુભાઈ અને તેમના પત્ની દર વર્ષે અમેરિકા જતા-આવતા રહે છે. 20 ડિસેમ્બરે અજાણ્યા નંબરથી મહિલાએ ફોન કરીને વૃદ્ધને ચાઈના મોકલેલા પાર્સલમાંથી 6 પાસપોર્ટ, 5 એટીએમ કાર્ડ, કપડાં, લેપટોપ અને 50 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. વૃદ્ધે કહ્યું કે, મેં કોઈ પાર્સલ મોકલ્યું નથી.હવે આ ગેરકાયદેસર પાર્સલને લઈને મુંબઈ સાયબર ક્રાઈમમાં તમારા વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આવુ કહીને મુંબઈ સાયબર ક્રાઈમના એક અધિકારી સાથે વાત કરાવવાનું કહી ગઠિયાએ વીડિયો કોલ કર્યો હતો. જેમાં મુંબઈ સાયબર ક્રાઈમમાંથી જુનિયર ઓફિસર સંદીપ ડાંગર તથા ડીસીપી બાલસિંગ રાજપૂત બોલી રહ્યા છીએ એવું ઠગોએ કહ્યું હતું. તેમણે કહ્યું કે તમારા વિરૂદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ્સનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેથી ધરપકડ પણ થશે અને મુંબઈ લઈ જઈને સાત વર્ષ સુધીની તમારે જેલની સજા ભોગવવી પડશે.

આમ કહીને NRIને કહ્યું કે તમારા પાસપોર્ટને પણ અમે જપ્ત કરી દઈશું. એટલું જ નહીં અમેરિકા પણ તમે નહીં જઈ શકો એવી ધમકી આપી હતી. સાયબર ઠગોએ બાદમાં કહ્યું કે તમારા એકાઉન્ટમાં પછી જેટલા પણ રૂપિયા પડ્યા છે તે RBIના સ્પેશિયલ એસ્ક્રો એકાઉન્ટમાં ફોરેન્સિક વેરિફિકેશન માટે મોકલવા પડશે. આ વેરિફિકેશન થઈ ગયા પછી તમને તમારા રૂપિયા પરત મળી જશે. જેથી તેમણે અલગ અલગ બેન્ક એકાઉન્ટથી FD તોડાવી કાઢી અને કૂલ 25 લાખ 62 હજાર રૂપિયા આરટીજીએસ મારફતે સાયબર ઠગોને મોકલી આપ્યા હતા. હવે આ રૂપિયા પરત ન આવતા તેમણે જાણ થઈ કે આ તો કદાચ સ્કેમ થઈ ગયો છે. જેથી કરીને તેમને તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને જાણ કરી દીધી હતી. તેમણે આ મામલે ફરિયાદ નોંધાવી દીધી છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે.

સાઈબર ગઠિયાઓએ વૃદ્ધને કહ્યું કે, તમારી ઉપર 24 કલાક સર્વેલન્સ રખાયું છે. અમારા પોલીસવાળા ખાનગી કપડામાં તમારા ઘરની બહાર ઊભા જ છે. તેવું કહીને 24 કલાક વીડિયો કોલ ચાલુ રખાવી કોઈની સાથે વાત ન કરવા અને કોઈને ઘરમાં આવવા ન દઈ ડિજિટલી અરેસ્ટ કરી રાખ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...