Monday, May 4, 2026

એસજી હાઈવે પર ભયંકર અકસ્માત, કારે અચાનક બ્રેક લગાવતા અનેક વાહનો અથડાયા, ઈજાના કોઈ સમાચાર નહીં

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં થલતેજના એક્રોપોલિસ મોલ પાસે અનેક વાહનો અથડાયા હોવાનું સામે આવ્યું. જો કે, અકસ્માતની ઘટનામાં કોઈને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી હતી અને કયા કારણોસર અકસ્માતની ઘટના સર્જાય તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે રાત્રે એસજી હાઈવે પર થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલીસ મોલ પાસે બ્રિજ નીચે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ ડંપરે અન્ય બે કારને અડફેટે લેતા બંને કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી.પરંતુ અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી હતી અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. જો કે, એક સાથે ઘણાં વાહનોનો અકસ્માત સર્જાતા હાઈવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતાની સાથે સ્થળ પર આવી પહોંચીને સ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા ડ્રાઈવરોને સલામત અંતર જાળવીને વાહન ચલાવા સહિતની સૂચના આપી હતી. જ્યારે કયા કારણોસર અકસ્માતની ઘટના સર્જાય તેને લઈને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...