Tuesday, September 22, 2026

1લી જાન્યુઆરીથી ફરજિયાત મીટર મામલે રિક્ષાચાલકોએ કર્યો વિરોધ, હાઇકોર્ટમાં રીટ પિટિશન દાખલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પોલીસ દ્વારા ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કરવામાં આવ્યું હતું કે હવે દરેક રિક્ષાચાલકોએ પોતાની રિક્ષામાં મીટર લગાવવું પડશે. જો રિક્ષાચાલકોએ મીટર નહીં લગાવ્યું હોત તો પછી તેમની સામે કાર્યવાહી અને દંડ પણ કરવામાં આવશે. પરંતુ હવે ઓટો રિક્ષામાં ફ્લેગ મીટર ફરજિયાતના મામલે વિવાદ સામે આવ્યો છે. રિક્ષાચાલકોએ મીટર મામલે હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયનોની હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે. 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ન લગાવનાર સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી ન કરવા અને દંડને રદ્દ કરવાની માંગ સાથે રિટ દાખલ કરવામાં આવી છે. રિટ દાખલ કરતા અરજદારે કહ્યું કે, માત્ર ઓટો રિક્ષામાં જ ફલેગ મીટર લગાવવાનો કાયદો એ ઓટો રિક્ષા ચાલકોના બંધારણીય અધિકાર આર્ટિકલ 14નો ભંગ છે.

વધુમાં અરજદારે કહ્યું કે, કાયદા મુજબ દરેક પ્રકારના પરમીટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઈએ. માત્ર ઓટો રિક્ષા ચાલકો માટે જ ફરજિયાત મીટરએ ભેદભાવવાળી નીતિ છે. ઓલા, ઉબેર અને રેપિડો સહિતની કંપનીઓના વાહનોમાં મીટરનો ઉપયોગ થતો નથી જે પણ કાયદાનું ઉલ્લંઘન છે. જેથી આ રિક્ષાચાલકોએ મીટર મામલે વિરોધ કર્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે જોવાનું એ હવે આ મામલે કેવો નિર્ણય લેવામાં આવે છે?

પોલીસ કમિશનર અમદાવાદ અને કાલુપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેકટર દ્વારા આપવામાં આવેલા કચેરી હુકમ કે જેમાં તા.1/1/2025થી ઓટો રિક્ષામાં ફલેગ મીટર લગાવવાનું ફરજિયાત હોય તેમજ ફલેગ મીટર ન લગાવેલ કે બગડેલ હોય તો ઓટો રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવા બાબતે પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. એ પરત્વે પોલીસને કોઈ પણ પ્રકારની દંડકીય કાર્યવાહી ન કરવા અને આ પ્રકારના દંડને રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવેલ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...