Tuesday, January 13, 2026

અમદાવાદનો આ ઓવરબ્રિજ દોઢ વર્ષ સુધી રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કાલુપુરથી અવર-જવર કરતાં લોકો માટે મોટા સમાચાર આવ્યા છે. નવા વર્ષથી એટલે કે 2 જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવો હોય દોઢ વર્ષ માટે એટલે કે 30 જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોનો ધસારો વધશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ આગામી 2 જાન્યુઆરીથી લઈને, 30મી જૂન 2026 સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજ બંધ રહેવાના કારણ ઓઢવ, રખિલાય, બાપુરનગર, ગોમતીપુર, બાપુનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ છે. આ જાહેરનામાના પગલે, અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ, બીઆરટીએસ બસને પણ વૈકલ્પિક માર્ગે દોડાવવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રેલવે સ્ટેશને રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશનની નવી ડિઝાઈન અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ પરથી હવે સીધા જ અમદાવાદ રેલવે સ્ટેશને જઈ શકાશે. અત્યાર સુધી સારંગપુર આવીને પાણીની ટાકીએ થઈને રેલવે સ્ટેશને જવુ પડતું હતું.

નવા વૈકલ્પિક માર્ગઃ
(1) ગીતા મંદિર, ખાડિયા, ગાંધીરોડ અને કોટવિસ્તાર સહિત અમદાવાદ શહેરમાંથી આવતા-જતા વાહનચાલકોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થઈને, વાણિજ્યભવન થઈન અનુપમ-અંબિકા ઓવરબ્રિજ પર આવવા જવાનું રહેશે.

(2) રખિયાલ ઓઢવ તરફથી આવતા -જતા વાહનચાલકોએ રખિયાલ ચાર રસ્તાથી ન્યુકોટન ચાર રસ્તા થઈને અનુપમ-અંબિકા ઓવરબ્રિજ આવવા જવાનું રહેશે.

(3) રખિયાલ ઓઢવ તરફથી આવતા-જતા વાહન ચાલકોને કાલુપુર બ્રિજ-કાલુપુર સર્કલ જવા આવવા માટે, કામદાર મેદાન, ચારતોડા કબ્રસ્તાન થઈને સરસપુર ગુરુદ્વારા થઈને કાલુપુર ઓવરબ્રિજ પર આવ જા કરી શકાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....