Saturday, January 24, 2026

અમદાવાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી, આ વિસ્તારમાંથી દારૂનું ગોડાઉન પકડાયા બાદ PI સસ્પેન્ડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે ફરજમાં બેદરકારી દાખવવા બદલ નરોડા PIને સસ્પેન્ડ કર્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, નરોડા GIDCમાંથી દારૂનું ગોડાઉન પકડાયું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના નરોડા GIDCમાં નમકીનના ધંધાની આડમાં બે બુટલેગરો દ્વારા એક ગોડાઉન ભાડે રાખીને દારૂનું વેચાણ કરતા હતા. માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પડ્યો હતો. દરોડા દરમિયાન એસએમસીએ ગોડાઉનમાંથી દારૂની 2326 બોટલ સાથે ટેમ્પોચાલકને ઝડપી લીધો હતો.સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ નરોડા GIDCમાં સીમ્ફોની એસ્ટેટ શેડ નંબર-8માં નમકીનની આડમાં દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસમાં 14.65 લાખની કિંમતની 2,326 દારૂની બોટલો ઝડપી પાડી હતી.આ સાથે જ રોકડ રકમ, મોબાઇલ અને બે વાહનો મળી કુલ 19.68 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઘટનામાં પોલીસે મૂળ રાજસ્થાનના બિયાવરના તેમજ અમદાવાદના નોબલનગર ખાતે રહેતા શખ્સની ધરપકડ કરી હતી.જ્યારે દારૂનો જથ્થો મોકલનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...