Sunday, July 26, 2026

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન: આ બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલક યુવતીનું મોત

spot_img
Share

અમદાવાદ : નારોલથી વિશાલા તરફ જતા બ્રિજના છેડે યુવતી એક્ટિવા પર જઈ રહી હતી. ત્યારે અજાણ્યા વાહને યુવતીને ટક્કર મારતાં યુવતી એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી. આ દરમિયાન યુવતીના માથામાં ગંભીર ઈજા થતાં યુવતીનું સ્થળ પર જ મોત થયું છે. યુવતીને ટક્કર મારનાર વાહનચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના લાંભા પાસે ગાયત્રી બંગલોમાં રહેતી 24 વર્ષીય ભાવી મોદી પોતાનું એક્ટિવા લઈને નારોલ વિશાલા તરફ જઈ રહી હતી. જ્યાં શાસ્ત્રી બ્રીજના છેડે કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. યુવતીને ટક્કર વાગતાં જમીન પર પટકાઈ હતી જેના કારણે યુવતીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. યુવતીનું અકસ્માતમાં સ્થળ પર જ મોત થયું હતું.

બનાવની જાણ થતાં એમ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા યુવતીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે યુવતીને ટક્કર મારનાર વાહનચાલકની તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...