Tuesday, September 22, 2026

અમદાવાદમાં પોલીસે જ પોલીસનો ખેલ પાડ્યો, PCR વાન માંથી દારૂ ઝડપાતા પોલીસકર્મી-હોમગાર્ડ સામે ફરિયાદ

spot_img
Share

અમદાવાદ: નરોડા પોલીસ સ્ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ખળભળાટ મચ્યો છે. PCR ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને 30,000 રોકડ મળી આવ્યા છે. PCR ગાડીના ઇન્ચાર્જ સતીશ જીવણ ઠાકોર અને હોમગાર્ડ વિક્રમ રણજીત રાજપુત સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બે બોટલ વિદેશી દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની હકિકત સામે આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નરોડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં ફરજ બજાવતા કિરણકુમાર બાબુજીએ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ નરોડા પોલીસ લાઇનના ગેટ પાસે ગેલેક્ષી ચાર રસ્તા તરફ હતાં. પોલીસ સ્ટેશનની PCR વાન નં.91માં મોબાઇલ વાનના ઈન્ચાર્જ તથા તેમની સાથે નોકરી કરતા હોમગાર્ડએ કોઈ જગ્યાએથી એક કાળા કલરની બેગમાં વિદેશી દારૂની શીલબંધ બોટલો PCR માં રાખી છે. આ માહિતીના આધારે પોલીસે PCR વાન રોકીને તપાસ કરતા PCR ના ઇનચાર્જ પોતાનું નામ સતીશ જીવણજી ઠાકોર અને તેમની સાથે હાજર હોમગાર્ડે પોતાનું નામ વિક્રમસિંહ રણજીતસિંહ રાજપૂત હોવાનું જણાવ્યું હતું .

પોલીસે જ્યારે PCR વાનમાં તપાસ કરી ત્યારે પાછળની સીટમાં બેસેલ હોમગાર્ડ વીકમસિંહે ગાડીમાંથી એક કાળા કલરનો થેલો લઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોકી લેતા તેના થેલામાંથી દારૂની બે બોટલ અને 30 હજાર રૂપિયા મળી આવ્યા હતા. આ બંનેની પાસે કોઈ યોગ્ય જવાબ ન મળતા પોલીએ બન્નેની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે.

નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI અભિષેક ધવનની નિમણુંક થતાની સાથે જ બુધવાર રાત્રીના સમયે નરોડાના મુઠીયા ગામમાં રહેતા જીગ્નેશ નામના બુટલેગર અને તેના ભાઈ કાલીની ધરપકડ કરવા માટે નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ઝોન -4 એલસીબીના કર્મીઓએ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં લીસ્ટેડ બુટલેગર જીગો પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હતો. પરંતુ પોલીસે તેના ટપોરી ભાઈ કાલીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી. નામચીહ્ન બુટલેગર જીગાના સગા ભાઈ કાલીની ધરપકડ કર્યા બાદ પોલીસ ડંડા વડે તેની આગતા-સ્વાગતા કરીને કાયદાનો પાઠ પોલીસની ભષામાં ભણાવ્યો છે.

નરોડા અને તેની આસપાસના વિસ્તારમાં લીસ્ટેડ બુટલેગરોના મકાનોમાં બુધવાર સાંજથી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં રહેતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. મુઠીયા ગામમાં રહેતા અને પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળયેલા ઘણાખરા લીસ્ટેડ બુટલેગરો અને ટપોરીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નરોડામાંથી દારનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતું, જેના પગલે PI એમ.વી પટેલની K કંપનીમાં નિમણુંક કરવામાં આવી હતી. ત્યારબાદ નરોડા પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર અભિષેક ધવનને સોંપવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...