Tuesday, September 22, 2026

નવા વાડજની આ શાળાની અનોખી પહેલ, KBC-કોન બનેગા કરોડપતિની થીમ ઉપર વિદ્યાર્થીઓની ક્વિઝનું આયોજન કરાયું

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા છેલ્લા 49 વર્ષથી સતત અને સુંદર શિક્ષણ આપતી સંસ્થા તરીકે નવા વાડજ વિસ્તારની અગ્રગણ્ય શાળા છે.પ્રાથમિક વિભાગ ચલાવતી અક્ષર પ્રાથમિક શાળા અભ્યાસની સાથે નવીનતામ ઈતરપ્રવૃત્તિ માટે પણ જાણીતી છે.

ભારતીય ટીવી વર્લ્ડના સૌથી લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની થીમ ઉપર એક સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગ સ્વરૂપ શાળામાં ‘કૌન બનેગા અક્ષરપતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શાળા જીણામાં જીણી બાબતોને અભિવ્યક્તિમાં વણી લઈને એવું આયોજન કરે છે કે તેમાં બાળકોથી લઈને માતા-પિતાને પણ જોડાવાનો ઉત્સાહ જાગે છે.પછી એ “કૌન બનેગા અક્ષરપતિ” નો સેટ હોય, મ્યુઝિક હોય, હોસ્ટિંગ હોય કે પછી વિવિધ રાઉન્ડ હોય ;દરેક બાળક તેમાં સહભાગી બને છે અને આખો દોઢ કલાકનો કાર્યક્રમ પૂરો થાય ત્યારે બાળકોને એમ થાય કે હજુ વધારે હોત તો કેવું સારુ!!!

કાર્યક્રમને રૂપરેખા આપનાર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી માનવભાઈ કહે છે કે અક્ષરમાં જનરલ નોલેજ એક વિષય તરીકે તો ભણાવાય જ છે, કે જેથી બાળકો ભવિષ્યમાં GPSC અને UPSC જેવી પરીક્ષાઓ માટે અત્યારથી કેળવાય પરંતુ અંતે તો તે પુસ્તકિયું જ્ઞાન થઇ જાય છે. જેથી બાળકોને રસ પડે એવો માર્ગ શોધવામાં ‘KBC’ એ ખાસી મદદ કરી. એવું જ ‘KBC’ જો શાળામાં રમાય તો બાળકો એમાં જોડાઈને જનરલ નોલેજના ખજાનાને સમૃદ્ધ કરી શકે. માટે KBC જેવું સેટઅપ, મ્યુઝિક, અને દરેક રાઉન્ડમાં જેમ જેમ બાળક જીતે એને નાની નાની કેશ રકમ મળતી જાય.છેલ્લા રાઉન્ડના અંતે જો બધા સાચા જવાબ હોય તો બાળક 85/- રુપિયા અને એક પેન જીતીને ઘરે જાય. દરેક ધોરણમાંથી 6 થી 7 વિદ્યાર્થી ડ્રો સિસ્ટમથી હોટ સીટ પર આવે અને કોઈ સવાલનો જવાબ ના આવડે તો લાઈફલાઈન તો ખરી જ.

માનવભાઈ જોષીના કહેવા મુજબ દરેક શાળાએ આવું આયોજન કરવું જોઈએ અને બાળકમાં સામાન્ય જ્ઞાનના બીજ રોપવા જોઈએ, શું ખબર એમાંથી જ કોઈ વીરલાઓ ભવિષ્યમાં ‘KBC’ માં પહોંચી પોતાના ભાવિને આર્થિક સવલત પૂરી પાડી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...