Monday, May 4, 2026

અમદાવાદની આ સ્કૂલને નોટિસ, નિયત કરતાં વધુ ફી ઉઘરાવવા મુદ્દે 5 દિવસમાં ખુલાસો કરવા આદેશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ નિયત કરતા વધારે ફી લેતી એક સ્કૂલને નોટિસ ફટકારી છે. ચાંદખેડાની સાકાર સ્કૂલ એફઆરસી દ્વારા નિયત કરવામાં આવેલી ફી કરતા વધારે ફી ઊઘરાવી રહી હતી. સ્કૂલે વાલીઓ પાસેથી બેના બદલે ત્રણ ટર્મની ફી વસૂલી હતી. આ મામલે વાલીઓએ ફરિયાદ કરતા ડીઈઓએ સ્કૂલને કારણ દર્શક નોટિસ આપી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ચાંદખેડાની સાકાર સ્કૂલને ફી કમિટીએ નક્કી કર્યા કરતાં વધુ ફી ઉઘરાવવા મુદ્દે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે. સ્કૂલને 5 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે. વાલીની ફરિયાદને આધારે ડીઈઓ દ્વારા સ્કૂલને સ્પષ્ટતા કરવાની નોટિસ અપાઈ છે. વાલી અને સ્કૂલ બંનેએ ફી મુદ્દે આધાર અને દસ્તાવેજો સાથે હાજર રહેવાના આદેશ કરાયા છે.

ફી કમિટીએ નક્કી કરેલી ફી કરતાં સ્કૂલો વધારે ફી ન લઈ શકે. ઘણી વાર સ્કૂલો ઇત્તર પ્રવૃત્તિના નામે સ્કૂલો વધારે ફી ઉઘરાવે છે. વાલી પર દબાણ કરીને તેમાં ભાગ લેવા જણાવે છે, પરંતુ નિયમ મુજબ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ સ્કૂલો કરી શકે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...