Tuesday, September 22, 2026

‘કોલ્ડપ્લે’ના કોન્સર્ટની ટિકિટ ના મળી હોય તો હવે ચિંતા નહીં, ઘર બેઠા માણી શકશો Live કોન્સર્ટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા એ 25 અને 26 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલી બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટને હવે ગણતરીના કલાકો બાકી છે.ત્યારે આ કોન્સર્ટની ટિકિટ તમને નથી મળી કે પછી કોઈ કારણોસર તમે આ કોનસર્ટ જોવા નથી જઈ શકતા તો હવે ચિંતા કરવાની જરુર નથી તમે ઘરે બેઠા જ આ કોન્સર્ટ Live જોઈ શકો છો. જી હા, કોલ્ડપ્લેનો અમદાવાદ કોન્સર્ટ OTT પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, OTT પ્લેટફોર્મ Disney+Hotstar એ કોલ્ડપ્લે સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત, 26 જાન્યુઆરીએ, પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, અમદાવાદના સૌથી મોટા સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના કોન્સર્ટનું Live પ્રસારણ કરવામાં આવશે. આ સમાચાર બેન્ડના ચાહકો માટે એક સારા સમાચાર છે કારણ કે ભારત પ્રવાસની જાહેરાત પછી, કોન્સર્ટની ટિકિટો થોડીવારમાં જ વેચાઈ ગઈ હતી.

‘ડિઝની પ્લસ હોટસ્ટાર’ કહે છે કે તે આ કોન્સર્ટને શ્રેષ્ઠ ગુણવત્તામાં સ્ટ્રીમ કરશે. જેથી લાઈવ પર્ફોર્મન્સની vibe સીધી દર્શકો સુધી પહોંચાડી શકાય. રસપ્રદ વાત એ છે કે, #ParadiseForAll અનુભવ આપવા માટે, OTT પ્લેટફોર્મ ફક્ત કોન્સર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ જ નહીં પરંતુ તેના સબ્સ્ક્રાઇબર્સને બેન્ડના પડદા પાછળના વિશિષ્ટ ફૂટેજ પણ જોવા મળશે.

કોલ્ડપ્લે બેન્ડના મુખ્ય ગાયક ક્રિસ માર્ટિન કહે છે, ‘અમને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે 26 જાન્યુઆરીએ અમદાવાદમાં અમારો શો ‘ડિઝની+ હોટસ્ટાર’ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે.’ તમે તેને ભારતમાં ગમે ત્યાંથી જોઈ શકો છો. અમને આશા છે કે તમે અમારી સાથે જોડાશો.

કોલ્ડપ્લેનો અમદાવાદ કોન્સર્ટ 26 જાન્યુઆરી, 2025 ના રોજ સાંજે 6 વાગ્યે ડિઝની+ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ જોવા માટે, તમારી પાસે OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન હોવું આવશ્યક છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...