Monday, April 20, 2026

અમદાવાદના આ બ્રિજ પર બંધ AMTSને ટોઇંગ કરતા સમયે આઈસરે મારી ટક્કર, કચડાઈ જતાં 2 ફોરમેનના મોત

spot_img
Share

અમદાવાદ : શહેરના ઘોડાસર બ્રિજ પર વિચિત્ર અકસ્માતની ઘટના બની છે. ઘોડાસર બ્રિજ પર બ્રેકડાઉન થયેલી AMTS બસને ટોઈંગ કરતા સમયે અકસ્માત સર્જાયો હતો. ટોઈંગ કરવા જતાં પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતાં બે ફોરમેન બસની વચ્ચે કચડાઈ ગયા હતા. બસની વચ્ચે આવી જતા બે ફોરમેનના મોત નીપજ્યા છે.ઘટનાના પગલે AMTS અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઘોડાસરમાં આવેલા કેડીલા બ્રિજ પર બ્રેકડાઉન થયેલી બસને લઈ જવા માટે આવેલા AMTSના બે ફોરમેનના મોત નિપજ્યા હતા. એક બસ બ્રેકડાઉન થઈ હોય AMTSના ફોરમેન ટોઈંગ કરવા આવ્યા હતા. ત્યારે બ્રિજ પર ટોઈંગનો વાયર તૂટી જતા બંને ફોરમેન રિપેર કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલા આઈસરે એક બસને ટક્કર મારી હતી. જેના કારણે બંને બસોની વચ્ચે કામ કરી રહેલા બંને ફોરમેનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.ઘટનાના પગલે ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પહોંચ્યો હતો.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે 2 ફોરમેનના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે. બંને ફોરમેન AMTSના કર્મચારી નહિ પરંતુ આદિનાથ બલ્ક કેરિયર નામના ખાનગી બસ ઓપરેટરના કર્મચારી હતા. આ મામલે હાલ AMTS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.સમગ્ર ઘટનાની જાણ થતા જ શહેર પોલીસ અને ટ્રાફિક DCPનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...