Saturday, May 2, 2026

અમદાવાદમાં વ્યાજખોરની ઉઘરાણીથી ત્રાસી વેપારીએ જિંદગી ટૂંકાવી, ચાર લોકો સામે ગુનો નોંધાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં સિવિલ કોન્ટ્રાક્ટરનું કંપનીમાં પેમેન્ટ ફસાતા અને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી કોન્ટ્રાક્ટર વેપારીએ સુસાઈડ કરી લેતા ચકચાર મચી છે. કોન્ટ્રાક્ટરે લખેલી સુસાઈડ નોટ મળી આવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વાસણા વિસ્તારમાં આવેલા ભાલેશ્વર સોસાયટીમાં રહેતા જીગ્નેશ મકવાણાએ વાસણા પોલીસ સ્ટેશનમાં કિશોર, શ્યામલાલ મિત્તલ, હિમાંશુ મત્તલ અને ધવલસિંહ જાદવ વિરૂદ્ધ વ્યાજખોરી, આત્મહત્યાની દુષપ્રેરણા તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. જીગ્નેશ માતા, પિતા, પત્નિ બાળકો તેમજ ભાઇ સાથે રહે છે અને શક્તિ એન્ટરપ્રાઇઝ નામથી સિવિલ કોન્ટ્રક્ટના કામ કરીને ગુજરાન ચલાવે છે. જીગ્નેશ જ્યા પણ કોન્ટ્રાક્ટ રાખે ત્યા તે સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. જીગ્નેશના પિતા જીતુભાઇ છેલ્લા 35 વર્ષથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. જીતુભાઈએ અપૂર્વા કિર્તી ઈન્ફ્રાસ્ટકચર પ્રાઈવેટ લિમિટેડ પાસેથી સાણંદના વિરોચન નગર રેલવે સ્ટેશન પર બિલ્ડીંગ, ક્વાટર બનાવવા સહિતનું કામ રાખ્યું હતું.

જીતુભાઈએ એગ્રીમેન્ટ મુજબ કન્સ્ટ્રક્શનનું કામ કર્યા બાદ અલગ અલગ રકમના કુલ 1.31 કરોડના 6 બીલ કંપનીને આપ્યા હતા. જેમાં કંપનીએ કાચામાલ તરીકે આપેલા લોખંડના સળીયા, સિમેન્ટ, ક્રોંકરિટ સહિતના માલના કુલ 54.64 લાખ રૂપિયા કાપીને બીજા 57.82 લાખ રૂપિયા જીતુભાઈના ખાતામાં નાખ્યા હતા.જો કે જીતુભાઈએ કરેલા કામના કુલ રૂપિયા 62 લાખ 45 હજાર લેવાના નીકળતા હતા.

જે અનેક વખત માગણી કરવા છતાં ચુકવવામાં આવ્યા ના હતા. જ્યારે તેમણે ખોરજના ધવલસિંહ જાદવ પાસેથી રૂપિયા 6 લાખ 2 ટકાના વ્યાજે લીધા હતા. ધવલસિંહ પણ જીતુભાઈ પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો. જેથી તેમણે કંટાળીને 26મી ડિસેમ્બરના દિવસે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. જીતુભાઈએ આપઘાત કરવા પાછળનું કારણ કોમ્પ્યુટરમાં ઈંગ્લિશમાં લખ્યું છે તેમાં તેમની સહી નથી.ત્યારે આ નોટને સુસાઈડ નોટ ગણવી કે કેમ તે બાબતે લીગલ અભિપ્રાય મેળવવામાં આવી રહ્યો છે.

જો કે પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું છે કે અગાઉ પણ મૃતક જીતુભાઈએ 12 ઓક્ટોબર 2023ના દિવસે ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે તેમના પુત્ર જીગ્નેશ મકવાણાએ વાસણા પોલીસને જાણ કરતાં વાસણા પોલીસે કિશોર પપ્પુ અપુર્વા કિર્તી ઈન્ફ્રા સ્ટક્ચર પ્રા.લીના પ્રોજેક્ટ મેનેજર, શ્યામલાલ મિત્તલ એમડી, હિમાંશુ મિત્તલ કો ઓર્ડીનેટર અને ધવલસિંહ જાદવ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...