Sunday, July 26, 2026

અમદાવાદના ફ્લાવર શોના ફૂલો આ પાંચ નર્સરીમાંથી ખરીદી શકાશે, જાણો તમામ વિગતો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજવામાં આવેલો ફ્લાવર શો ખૂબ પ્રસિદ્ધ થયો છે. ત્યારે હવે રિવરફ્રન્ટ પર યોજાયેલ ફ્લાવર શો 26 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયો હતો. હવે રિવરફ્રન્ટ ફ્લાવર શોમાં વપરાયેલા ફૂલછોડ લોકો ખરીદી શકશે, AMC એકદમ નજીવા દરે આ ફૂલછોડ 5 નર્સરી દ્વારા વેચશે. એલિસબ્રીજ, ગોતા, નિકોલ, ચાંદખેડા અને નવરંગપુરા સ્થિત 5 નર્સરી દ્વારા આ રોપાઓ વેચવામાં આવશે. 28 થી 31 જાન્યુઆરી સુધી સવારે 9 થી રાત્રિના 6 વાગ્યા સુધી (બપોરે 1 થી 2 દરમિયાન બ્રેક) આ રોપાઓ લોકો લઈ શકશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલાં અમદાવાદ ઇન્ટરનૅશનલ ફલાવર શો-2025માં પ્રદર્શિત કરવામાં સિઝનલ પ્રકારનાં રોપાનું વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેચાણ કરવાનાં સિઝનલ રોપાની વિગતો અમદાવાદ મ્યુનિસિપલ કોપેરિશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in ઉપર મુકવામાં આવી છે. જેમાં વ્યક્તિ/એજન્સીએ ઓફિસનાં કામકાજનાં દિવસોએ રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરી રોપા મેળવી શકશે. એક રોપાથી લઇ 100 અને 100થી 1000 રોપા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા સુધીનો ભાવ રાખવામાં આવ્યો છે.

પાંચ જેટલી નર્સરીઓમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો દરમિયાન હયાત સિઝનલ પ્રકારના ફૂલો જેમાં ગજેનીલા, ડાયનથસ, સિલાસીયા, વિન્કા, કેલેન્ડુલા, ઓર્નામેન્ટલ કેલ, બીગોનીયા, હાયપોસ્ટીસ, સિલ્વર ડસ્ટ, પીટુનીયા, બુફોબિયા, કોલીયસ, સેવતી, સાલ્વીયા, એસ્ટર જેવા રોપા મળશે. જ્યારે 6ઇંચ ઊંચા ઓર્નામેન્ટલ કેલે, પોટ પાનસેટિયા, પોટ (પિટુનીયા સેવતી વગેરે) પોર્ટ કેલેન્ચો રોપા મળશે. 8 ઇંચના પોટ પાનસેટીયા અને 9 કેવીટી (ડાયન્જસ, પીટુનીયા વગેરે) મળશે. 42 કેવીટી (ડાયન્યા, પીટુનીયા. ગ્રીન રેડ અલ્ટનેન્થેરા વગેરે) પણ મળશે.

પાંચેય નર્સરીઓ પર 28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં સવારે નવ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અને બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. રોપા લઈ જવા માટે વસ્તુ, કન્ટેઇનર તથા વાહન ખરીદનારે લાવવાનું રહેશે. સ્થળ પર રોપા જોઈ જગ્યો નક્કી કરી નિયત દર મુજબ ચુકવણી કર્યા બાદ રોપા આપવામાં આવશે. રોપા ખરીદનારે જ તેઓનાં સ્વખર્ચે સ્થળ પરથી રોપા ઉપાડી લેવાનાં રહેશે.

જાણો પાંચ નર્સરીના નામ-સરનામા

૧. રસાલા નર્સરી, લૉ-ગાર્ડન બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે, એલિસબ્રિજ અમદાવાદ
૨. સૌરભ નર્સરી, સૌરભ ગાર્ડન સામે, મૈમનગર ફાયર સ્ટેશન પાછળ, નવરંગપુરા
૩. વિશ્વકમાં નર્સરી, વિશ્વકર્મા કોલેજ પાછળ, આઇસીઆઇસીઆઇ બેંકની ગલીમાં, ન્યુ.સી.જી.રોડ, ચાંદખેડા
૪. સાયન્સ સિટી નર્સરી, સાયન્સ સિટી રોડ, ધ કેપીટલ-2ની ગલીમાં, કેનાલ રોડ, ગોતા
૫. નિકોલ નર્સરી, 108 ઇમરજન્સી કોલ સેન્ટર પાછળ, બાગબાન ફાર્મ પાસે, જી.ઈ.બી. સબ સ્ટેશન રોડ, નિકોલ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...