Tuesday, September 22, 2026

નવા વાડજની પ્રથમ ઘટના, મહાત્મા પાર્ક સોસાયટીનું થશે રિડેવલપમેન્ટ, ફોર્ચ્યુન-94 આકાર લેશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અનેક સોસાયટીઓનું રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે જેમાં જૂની સોસાયટીઓ પાડીને તેની જગ્યાએ નવી બિલ્ડિંગો બની રહી છે. તેમાં જૂની સોસાયટીના રહેવાસીઓને પણ ફાયદો છે કારણ કે તેમને નવું મકાન મળે છે, અને ડેવલપરને પણ ફાયદો થાય છે કારણ કે તે વધારે યુનિટ્સ ડેવલપ કરીને તેનું વેચાણ કરી શકે છે.ત્યારે શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ મહાત્મા પાર્ક સોસાયટીમાં સભ્યો વચ્ચે સર્વસંમતિ સધાતા ટૂંક સમયમાં નવા નામ ફોર્ચ્યુન-94 સાથે રિડેવલપમેન્ટ સ્કીમનો પ્રારંભ થનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજમાં આવેલ 42 વર્ષ જૂની મહાત્મા પાર્ક સોસાયટી પ્રથમ રિડેવલપમેન્ટ સ્કીમ બનવા જઈ રહી છે, રિડેવલપમેન્ટને લઈને તમામ સભ્યોમાં સર્વસંમતિ થતા મહાત્મા પાર્ક સોસાયટી હવે ડેવલપર ફોર્ચ્યુન ગ્રુપ દ્વારા ટૂંક સમયમાં નવા નામ સાથે ફોર્ચ્યુન-94 (લકઝરીયસ ફ્લેટ) આકાર લેશે. નવા બનનાર ફ્લેટમાં લિપ, દરેક રહીશોને પોતાનું પાર્કિંગ તથા નવા રહીશોને ઈલોટેડ કાર પાર્કિંગ સહીત બે બેઝમેન્ટ પાર્કિંગ, બ્લૅન્કવેટ હોલ, બાળકોને માટે ગાર્ડન, બાળકો માટે બોક્સ ક્રિકેટ, આધુનિક જીમ, ઇન્ડોર ગેમ ઝોન, નવા મકાન વધુ મોટા મળશે, નવી 36 (18+18) વિશાળ શો રૂમ અને લકઝરીયસ ઓફિસ બનશે, સોસાયટી રિડેવલપમેન્ટમાં જતા રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ફોર્ચ્યુન ગ્રુપના મેહુલ પટેલ જણાવ્યું કે અમે અહીં 3 બીએચકેના 94 યુનિટ લકઝરીયસ ફ્લેટ અને (18+18) વિશાળ શો રમ અને લકઝરીયસ ઓફિસ બનાવવાની યોજના ધરાવીએ છીએ. કારણ કે હાલમાં સમગ્ર એરિયામાં પ્રીમિયમ કેટેગરીના મકાનોની ડિમાન્ડ છે. અમે ટૂંક સમયમાં ભુમીપુજન કરીને સ્કીમનો પ્રારંભ કરીશું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...