Saturday, May 2, 2026

અમદાવાદનો આ અંડરબ્રિજ 10 દિવસ સુધી એક તરફ અવરજવર માટે બંધ કરાશે, 2 લાખ વાહન ચાલકને અસર

spot_img
Share

અમદાવાદ : ઈન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચેની આરસીસીની દીવાલને નુકસાન થયું છે. જેના રિપેરિંગ માટે 2 ફેબ્રુઆરીને રવિવારથી 10 દિવસ માટે અંડરબ્રિજની એક તરફનો રોડ બંધ કરાશે. એટલે ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ જવા માગતા વાહનચાલકોએ ઉસ્માનપુરા અથવા નવરંગપુરા ફાટક થઈને જવું પડશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આવેલા ઇન્કમ ટેક્સ ચાર રસ્તા પાસેના અંડરબ્રિજનું સમારકામ કરવાનું હોવાથી આગામી 2 ફેબ્રુઆરીથી એક તરફનો રસ્તો બંધ રહેશે. જ્યારે વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે એક તરફની સાઈડનું સમારકામ ચાલશે, ત્યારે અન્ય સાઈડ ખુલ્લી રાખવામાં આવશે. અન્ડરબ્રિજનું એક સાઈડનું કામ પૂર્ણ થાય એટલે 10 દિવસ બાદ અન્ડરબ્રિજનો બીજો ભાગ પણ વાહનો માટે બંધ કરવામાં આવશે.

શહેરના ઈન્કમટેક્સ અંડરબ્રિજમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજની જાળી નીચેની આરસીસીની દીવાલને નુકસાન થયું છે. જેના રિપેરિંગ માટે 2 ફેબ્રુઆરીને રવિવારથી 10 દિવસ માટે અંડરબ્રિજનો એક તરફનો રોડ બંધ કરાશે. ઈન્કમટેક્સ અન્ડરબ્રિજથી રોજ 2 લાખ વાહનચાલકો પસાર થાય છે. ટ્રાફિકમાં ના ફસાવું હોય તો વાહનચાલકોએ સીજી રોડ જવા માટે ઉસ્માનપુરા અંડરબ્રિજ અથવા તો નવરંગપુરા ફાટક થઈને જઈ શકશે. એક સાઈડનું કામ પૂરું થયા પછી બીજી સાઈડનો રોડ બંધ કરવામાં આવશે.

વૈકલ્પિક માર્ગ
ઉસ્માનપુરા અંડરબ્રિજથી
સ્ટેડિયમ પાંચ રસ્તા ખૂબજ સાંકડો રસ્તો છે. આ સ્થળે ટ્રાફિક જામ થવાની શક્યતા છે. ઉસ્માનપુરા અંડરબ્રિજથી સીજી રોડ જવું હોય તો વાહનચાલકે દોઢથી બે કિલોમીટર જેટલું ફરવું પડશે.
નવરંગપુરા ક્રોસિંગ
ઈન્કમટેક્સ અંડરબ્રિજમાંથી ના જવું હોય તો નવરંગપુરા ક્રોસિંગ થઈ જઈ શકાશે. સામાન્ય સંજોગોમાં પણ મીઠાખળી તરફથી અને સ્વસ્તિક ચાર રસ્તા તરફથી આવતો ટ્રાફિક તેમજ સામે ટાઈમ્સ ચાર રસ્તા તરફથી આવતા ટ્રાફિકને કારણે કેટલીક વખત જામના દૃશ્યો સર્જાય છે.
નવજીવન પ્રેસ પાસેનો અંડરપાસ
નવજીવન પ્રેસ પાસે રેલવેનો સાંકડો અંડરપાસ છે. વાહનચાલકો એ રોડ ઉપયોગ કરે તો ત્યાં પણ ટ્રાફિકજામ સર્જાશે. કારણ કે, આ રોડ પણ ખૂબ જ સાંકડો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...