Saturday, May 2, 2026

અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો, એઈડ્સથી પીડાતા યુવાને 6 છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી,એક સગીરાને લઈને ભાગ્યો

spot_img
Share

અમદાવાદઃ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે, જેમાં 10 વર્ષથી એઇડ્સથી (AIDS) પીડાતા એક વ્યક્તિએ 12 વર્ષમાં છ અલગ અલગ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના માનવ તસ્કરી વિરોધી એકમે એઇડ્સથી સંક્રમિત યુવકની ધરપકડ કરી હતી. યુવકને તે એઇડ્સથી પીડાતો હોવાની જાણ છતાં એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 10 મહિના પહેલા ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાંચ મુજબ 10 વર્ષથી એઇડ્સથી પીડાતા યુવકે 12 વર્ષમાં અલગ અલગ સમયે છથી વધુ યુવતીને પ્રેમમાં ફસાવી તેમનું શોષણ કર્યું હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના અસારવામાં 22 માર્ચ, 2024ના દિવસે તેમના પરિવાર સાથે એક સામાજિક કાર્યક્રમમાં ગયેલી સગીરા રાત્રે 8 વાગ્યે અચાનક લાપતા બની હતી. જેને લઈ તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના સુધી કોઈ ભાળ નહીં મળતાં કેસ એફ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન સગીરાના પિતાએ હાઇ કોર્ટમાં હેબિયસ કૉર્પસ દાખલ કરી હતી.શોધખોળમાં લાગેલી પોલીસને આખરે મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લાના કોડરમામાંથી સગીરા મળી આવી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા સગીરા સાથે ભાગી ગયેલા યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી.આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ક્રાઇમ બ્રાંચ મુજબ, આરોપી 10 વર્ષથી એઇડ્સથી પીડાતો હતો. 12 વર્ષ દરમિયાન અલગ અલગ સમયે 6 યુવતીને પ્રેમજાળામાં ફસાવીને તેમનું શોષણ કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...