Tuesday, September 22, 2026

સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ : કેનેડાના વિઝા કઢાવવાનું કહી બે જણાના 50 લાખ ખંખેર્યા

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમેરિકાએ ગેરકાયદેસર ઘૂસેલા લોકો સામે કાર્યવાહી બાદ પણ લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ જવાનો મોહ ઓછો થતો નથી. અમદાવાદમાં બે મિત્રોને વિદેશ જવાની ઘેલછા ભારે પડી છે. તેઓએ કેનેડા જવું હોવાથી એક એજન્ટે તેમની પાસેથી કુલ 50 લાખ લઈને વિઝા નહીં આપી ઠગાઈ આચરી હતી. જેની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આરોપી એજન્ટ રાહુલ શાહની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રાંચરડામાં રહેતા મનોજભાઇ પટેલ અને તેમના મિત્ર ક્ષિતિજ પ્રજાપતિને દોઢ વર્ષ પહેલાં વર્ક પરમિટ વિઝા પર કેનેડા જવું હતું. મનોજભાઇના ભાણાએ અમદાવાદના ગોતામાં બ્લ્યૂસ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના સંચાલક રાહુલ શાહ પાસે વિઝાનું કામ કરાવ્યુ હોવાથી મનોજભાઇ પણ રાહુલ શાહની ઓફિસે ગયા હતા. રાહુલ શાહે એક વ્યક્તિ દીઠ વિઝા પ્રોસેસનો 25 લાખ ખર્ચ કહીને ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. બાદમાં પ્રોસેસ શરૂ કરી દીધી હોવાનું કહીને કેનેડાનો એપ્લિકેશન લેટર બતાવીને વધુ નાણાં મેળવી લીધા હતા.

આરોપી રાહુલ શાહે પીપીઆર રિકવેસ્ટ આવી હોવાથી પેમેન્ટ ક્લીયર કરી દેવાનું કહીને વધુ નાણાં પણ મેળવી લીધા હતા. પાસપોર્ટ જમા કરાવીને પરત આવી ગયા બાદ પણ વિઝા ન મળતા ભોગ બનનારે રાહુલ શાહનો સંપર્ક કરતા વિઝા નહીં મળે તો નાણાં પરત આપવાની બાંહેધરી આપી હતી. આરોપી 50 લાખ મેળવીને લાંબા સમય સુધી વિઝાનું કામ ન કરી આપીને ઓફિસ અને ફોન બંધ કરીને ફરાર થઇ ગયો હતો. આ મામલે સોલા પોલીસે આરોપી રાહુલ શાહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...