Wednesday, January 21, 2026

અમદાવાદના આ ત્રણ બ્રિજના બ્યુટિફિકેશન માટે રૂ.100 કરોડ ખર્ચાશે, આ પ્રયોગ સફળ રહેશે તો…

spot_img
Share

અમદાવાદ : સાબરમતી નદી ઉપર આવેલા સરદાર,ગાંધી તથા દધિચી બ્રિજના બ્યુટીફિકેશન પાછળ રુપિયા 100 કરોડનો ખર્ચ કરવા મંજૂરી માંગતી દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકવામાં આવી છે.આ ત્રણ બ્રિજ ઉપર કાયમી ધોરણે સ્ટીલ સ્ટ્રકચરમાં થીમબેઝ રેલીંગ,ડેકોરેટીવ લાઈટીંગ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવેલી દરખાસ્ત મુજબ જમાલપુર- પાલડી વચ્ચેના સરદાર બ્રિજ, શાહપુરથી ઈન્કમટેક્સ પાસેના ગાંધી બ્રિજ, વાડજ- દૂધેશ્વરને જોડતાં દધીચી બ્રિજને નવા રંગરૂપથી તૈયાર કરાશે. આ માટે બ્રિજ પર કાયમી ધોરણે લાઈટિંગની સાથે સ્ટીલ સ્ટ્રક્ચરમાં થીમ રેલિંગ, ઓછા વજનના વિવિધ સ્ટ્રક્ચર અને રંગબેરંગી લાઇટિંગ કરાશે. આ દરખાસ્ત ટેન્ડરના ભાવ કરતા 38 ટકા વધારે રકમ સાથે ટેન્ડર આપવાની ભલામણ કરાઇ છે. અધિકારીઓના મતે, દરરોજ એક-એક બ્રિજ પરથી એક લાખ કરતા વધારે લોકોની અવર-જવર છે. બ્યુટીફિકેશન બાદ શહેરની એક આગવી નવી ઓળખ ઉભી થશે.

હાલમાં સામાન્ય લાઇટમાં પણ બ્રિજ નદીમાંથી બહુ જ સુંદર લાગે છે. રિવરફ્રન્ટને કારણે ટુરિસ્ટ મોટી સંખ્યામાં રાત્રે પણ આ વિસ્તારમાં ફરતા હોય છે. આ સ્થિતિમાં તેઓ યોગ્ય ફોટો પણ લઇ શકે તે માટે આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. આ સ્થિતિમાં જો તેઓને યોગ્ય રીતે લાઇટિંગ અને સ્ટ્રક્ચરથી તૈયાર કરવામાં આવે તો લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે અને બહારથી આવતા લોકો માટે અમદાવાદની અલગ ઓળખ બનશે.

તમને જણાવી દઈ કે હાલમાં 3 બ્રિજ પર કાયમી સ્ટ્રક્ચર અને લાઇટિંગની વ્યવસ્થા તૈયાર કરાશે. તેની સફળતા અને લોકોના પ્રતિભાવ બાદ શહેરના જાણીતા અન્ય બ્રિજો પર પણ આ જ પ્રકારે બ્યુટિફિકેશન કરાશે. માત્ર બ્રિજની સાઈડની રેલિંગ જ નહીં પરંતુ તેની અલગ જ ઓળખ ઉભી થાય તે પ્રકારે બ્રિજ તૈયાર કરાશે. પરંતુ હાલ આ 3 બ્રિજનું બ્યુટીફિકેશન પ્રાયોગિક ધોરણે પૂરું કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...