Friday, May 15, 2026

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ભારત VS ઇંગ્લેન્ડ મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત VS ઇંગ્લેન્ડ વન ડે મેચ રમાવાની છે. ત્યારે ક્રિકેટ રસીઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે. મેચની ટિકિટોનું વેચાણ આજરોજ (9 ફેબ્રુઆરી) રવિવારથી શરૂઆત થઈ ગયું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજથી એટલે કે 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. ઓફલાઈન ટિકિટ સવારે 10 થી 6 વાગ્યા વચ્ચેના સમયગાળામાં ખરીદી શકો છો. ત્યાં 1000 થી વધુના ભાવની ટિકિટોનું ઓફલાઈન વેચાણ કરવામાં આવશે. ભારત VS ઇંગ્લેન્ડ મેચના ગેટ નંબર 1 પરથી ટિકિટ ખરીદી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ રમાશે બંને વચ્ચે વન ડે મેચ રમાવાની છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત VS ઇંગ્લેન્ડ ત્રીજી વન-ડે મેચ રમાવવાની છે. મેચની ટિકિટોનું ઓનલાઈન બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું હતું. રૂ. 500થી લઇને 12500 સુધીની ટિકિટો ઓનલાઈન વેચાઈ રહી છે. જે લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે, તેઓ પોતાની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ ખાતેથી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સ્ટેડિયમ ખાતેથી લોકો ટિકિટ ખરીદી પણ શકે છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીએ ભારત VS ઇંગ્લેન્ડ વન ડે મેચ યોજાવાની છે. જેનો લાભ દર્શકો સરળતાથી લઈ શકે તેના માટે ઓફલાઈન ટિકિટ વેચાણનું આયોજન કરવામાં આવ્યુ છે. જ્યાં 1 હજારથી વધુની કિંમતની ટિકિટનું વેચાણ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...