Tuesday, September 22, 2026

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 8 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, ત્યારે ત્રીજી ફ્લાઈટનો આંકડો આવી ગયો

spot_img
Share

અમદાવાદ : અમેરિકાથી ડિપોર્ટ કરીને બીજી ફ્લાઇટમાં ભારત પરત મોકલાયેલા 119 ભારતીયોમાંથી 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. જેમનું હાલમાં અમદાવાદ એરપોર્ટ પર વેરિફિકેશન ચાલી રહ્યું છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને પોલીસની ગાડીઓમાં જ તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આજે રવિવારે ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સનો વધુ ત્રીજો કાફલો પણ અમૃતસર એરપોર્ટ પર પહોંચશે. આ પ્લેન રાત્રે 10 વાગ્યે લેન્ડ કરશે. જેમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ હોવાના અહેવાલો છે.

ગઈકાલે મોડી રાતે 119 ગેરકાયદે ભારતીયોને બીજી ફ્લાઈટમાં અમેરિકાથી અમૃતસર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ લોકોમાં 8 ગુજરાતી પણ સામેલ હતા. જેમને આજે સવારે અમૃતસરથી અમદાવાદ મોકલી દેવામાં આવ્યા છે. અમેરિકાએ અગાઉ ગેરકાયદે વસતાં 33 ગુજરાતીઓને પરત મોકલ્યા હતાં. જેમાં સૌથી વધુ મહેસાણામાંથી હતાં.

બીજી ફ્લાઈટમાં ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની યાદી

રુદ્ર ધવલભાઈ લુહાર – કલોલ
ધવલભાઈ કિરીટકુમાર લુહાર – કલોલ
મિહિર ઠાકોર – ગુજરાત
ધિરજકુમાર કનુભાઈ પટેલ – અમદાવાદ
કેનિશ મહેશભાઈ ચૌધરી – માણસા
દીપકપુરી બળદેવપુરી ગોસ્વામી – ગુજરાત
આરોહીબેન દીપકુપરી ગોસ્વામી – ગુજરાત
પૂજાબેન દીપકપુરી ગોસ્વામી – ગુજરાત

છેલ્લા 24 કલાકમાં બે ફ્લાઈટ ગેરકાયદેસર ભારતીયોને લઈને ભારત આવી પહોંચી છે. હજી થોડા કલાક પહેલા જ બીજી ફ્લાઈટ આવી હતી, ત્યારે ત્રીજી ફ્લાઈટનું લિસ્ટ પણ આવી ગયું છે. ત્રીજી ફ્લાઈટમાં કુલ 157 ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યાં છે. આ ફ્લાઈટમાં 20 ગુજરાતીઓ સામેલ છે.

પહેલી ફ્લાઈટ – 37 ગુજરાતી
બીજી ફ્લાઈટ – 8 ગુજરાતી
ત્રીજી ફ્લાઈટ – 20 ગુજરાતી

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...