Thursday, March 5, 2026

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ત્રીજા કાફલામાં વધુ 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, જુઓ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : અમેરિકાથી ભારતીયોને ડિપોર્ટ કરાયેલો ત્રીજો કાફલો ગઈકાલે રાત્રે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થયો હતો. જેમાં 33 ગુજરાતીઓ સામેલ છે. હાલ, ચાર ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. જ્યારે બાકીના બપોરની ફ્લાઈટમાં અમદાવાદ પહોંચશે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા આ 33 ગુજરાતીઓમાં સૌથી વધુ અમદાવાદી છે. અમદાવાદના નવ લોકોને અમેરિકામાં ગેરકાયદે વસવાટ બદલ હાંકી કઢાયા છે. જ્યારે ગાંધીનગરથી આઠ લોકોને પરત વતન મોકલાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજ રોજ એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ 29 લોકો ગુજરાત એરપોર્ટ પહોંચ્યા હતા જેમાં સવારે 4 ગુજરાતી સહિત 33 ગુજરાતીઓને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. આ ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ, કલોલ, કડી, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મહેસાણા ના રહેવાસીઓ હોવાની માહિતી સામે આવી હતી. અમેરિકાના US એરફોર્સના વિમાનમાં 112 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.

11 વાગ્યાની ફ્લાઇટમાં 4 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા હતા અને તેમને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા. બપોરે 2 વાગ્યેની ફ્લાઇટમાં વધુ 29 ગુજરાતીઓ સ્વદેશ પરત આવ્યા છે. ગુજરાતીઓમાં અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના સૌથી વધુ લોકો છે. નરોડા,નારણપુરા,કલોલ અને ડિંગુચાના પરિવાર સામેલ છે.અગાઉ 6 ફેબ્રુઆરીએ 33 લોકો આવ્યા હતા જ્યારે 16 ફેબ્રુઆરીએ 8 ગુજરાતી પરત ફર્યા હતા.

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલાઓની સત્તાવાર યાદીને ધ્યાનમાં લઈએ તો, ડોનાલ્ડ ટ્રમ્પની ડિપોર્ટેશન પોલિસીના કારણે અમેરિકાથી છેલ્લા 12 દિવસમાં કુલ 332થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે, અમેરિકાએ ડિપોર્ટેશનના ભાગરૂપે 487 ભારતીયોને પરત મોકલવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

ત્રીજા કાફલામાં ડિપોર્ટ થઈ અમદાવાદ આવનારા 33 ગુજરાતીનાં નામ
સપના ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
દક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
​​​​અક્ષરાજસિંહ ચેતનસિંહ રાણા, ચિલોડા, ગાંધીનગર
પાયલ અનિલકુમાર પ્રજાપતિ, કલોલ
દીપ ઘનશ્યામભાઈ પટેલ, કડી
સાક્ષીબેન દીપ પટેલ, કડી
હસમુખ રેવાભાઈ પટેલ, વીજાપુર
ધવલભાઈ કિરીટકુમાર લુહાર, કલોલ
પૂજા ધવલભાઈ લુહાર, કલોલ
રુદ્ર ધવલભાઈ લુહાર, કલોલ
નીત તુષાર પટેલ, નરોડા
તુષાર પ્રવીણચંદ્ર પટેલ, નરોડા
ચેતનાબેન તુષાર પટેલ, નરોડા
હિમાંશી ચિરાગકુમાર પટેલ, નારણપુરા
ચિરાગકુમાર શૈલેષકુમાર પટેલ, નારણપુરા
હાર્દિકકુમાર દશરથભાઈ પટેલ, નરોડા
સ્વાતિ હાર્દિક પટેલ, નરોડા
હેનિલ હાર્દિક પટેલ, નરોડા
દિશા હાર્દિક પટેલ, નરોડા
માહી રાજેશભાઈ પટેલ, ઘુમાસણ
જય રાજેશ પટેલ, ઘુમાસણ
હારમી રાજેશકુમાર પટેલ, ઘુમાસણ
મંજુલાબેન રાજેશભાઈ પટેલ, ઘુમાસણ
રાજેશ બળદેવભાઈ પટેલ, ઘુમાસણ
રણજિતભાઈ જયંતીભાઈ રાવલ, માણસા
ચેતનસિંહ ભરતસિંહ રાણા, ડભોડા, ગાંધીનગર
અનિલકુમાર ભીખાભાઈ પ્રજાપતિ, વેડા, કલોલ
આરવ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ
દૃષ્ટિ અનિલકુમાર પ્રજાપતિ, વેડા, કલોલ
હિતેશ રમેશભાઈ રામી, સુશિયા
જયેશકુમાર ભોલાભાઈ પટેલ, ડિંગુચા
હિરલબેન જયેશકુમાર પટેલ, ડિંગુચા
પ્રાંશ જયેશકુમાર પટેલ, ડિંગુચા

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...