Monday, September 21, 2026

નવા વાડજ સહિત 54 સ્થળોએ નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનશે, બેટરી સ્વેપિંગ મશીન પણ લગાવાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં દિન-પ્રતિદિન ઈલેક્ટ્રિક વાહનોની (EVs) સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોના ચાર્જિંગ સ્ટેશન (charging stations) પણ હવે મનપા દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. હાલ PPP મોડલ પર 12 જેટલા લોકેશન પર ચાર્જિંગ સ્ટેશન ચાલી રહ્યા છે. ત્યારે હવે મનપા દ્વારા 54 સ્થળે PPP મોડલ પર ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ 16 સ્થળે ચાર્જિંગ સ્ટેશન અને બેટરી સ્વેપિંગ સ્ટેશન લગાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મનપા દ્વારા PPP ધોરણે નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે, જે અંતર્ગત ચાંદખેડા, નવા વાડજ, વેજલપુર, ઉસમાનપુરા, સોલા, ઘાટલોડિયા, વિરાટનગર સહિતના વિસ્તારમાં EV ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે. શહેર મનપા દ્વારા ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટેનું ટેન્ડર જાહેર કરાયું હતું. 27 સ્થળે ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે બે કંપની તૈયાર થઈ છે. અદાણી 24 સ્થળે જ્યારે ઈવેમ્પ ત્રણ સ્થળે ચાર્જિંગ સ્ટેશન લગાવશે. ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન પર કેટલાક સ્થળોએ બેટરી બદલવાની પણ સુવિધા હશે, જેથી કોઈપણ વ્યક્તિને પોતાની ગાડીની બેટરી બદલવી હોય તો તે બેટરી પણ બદલાવી શકશે. તમામ ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ સ્ટેશન ગ્રીન કલરના બનાવવાના રહેશે.

શહેર મનપા દ્વારા 54 સ્થળે PPP મોડલ પર ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ઉત્તર ઝોનમાં 16, દ.પશ્ચિમ ઝોનમાં 4, મધ્ય ઝોનમાં 7, દક્ષિણ ઝોનમાં 6, ઉ.પશ્ચિમ ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 3 સ્થળે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. જે કંપની ચાર્જિંગ સ્ટેશન બનાવશે, તેણે મનપાને જગ્યા પેટે વાર્ષિક 5 ટકા જંત્રી લેખે જમીનનું ભાડું ચૂકવવાનું રહેશે. આ ઉપરાંત શહેર મનપા સાથે રેવન્યૂ શેરિંગ કરવામાં આવશે. જેમાં પ્રતિ યુનિટ પ્રમાણે રેવન્યુ શેરિંગ કરવામાં આવશે. હાલમાં જે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવ્યા છે ત્યાંથી કોર્પોરેશનને એક યુનિટ દીઠ રૂ. 3.51 મળે છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...