Tuesday, September 22, 2026

અમદાવાદનો આ ઓવરબ્રિજ આવતીકાલથી 10 દિવસ માટે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે સાબરમતીથી વટવા સુધીના 18 કિલોમીટરના સી-7 પેકેજમાં પિલરની કામગીરી પૂરી થવાના આરે છે. ત્યારે આવતીકાલથી મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે. આ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલ્વે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પ્રથમ તબક્કામાં મણિનગરના નાથાલાલ ઝગડા રેલવે ઓવરબ્રિજ તેમજ વટવા-રોપડા રેલવે ઓવરબ્રિજ સેગમેન્ટ લોન્ચિંગની કામગીરી શરૂ થવાની હોવાથી આ બ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે.બુલેટ ટ્રેનની કામગીરીના ભાગરૂપે પીલર પર વાયડક્ટ લોન્ચિંગનું કામ શરુ કરવાનું હોવાથી વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેમનો સૌપ્રથમ મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી 10 દિવસ માટે બંધ રહેશે. આ બ્રિજ પરથી દરરોજ હજારો વાહન ચાલકો પસાર થતાં હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ શકે છે. આ 10 દિવસ દરમિયાન તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.

નાથાલાલ ઝગડા બ્રિજ પર અને તેની બંને બાજુએ સેગમેન્ટ લોન્ચિંગ માટે આ બ્રિજ 18થી 28 ફેબ્રુઆરી સુધી લોકોની સુરક્ષાને ધ્યાને રાખી વાહન વ્યવહાર માટે બંધ રખાશે. આવતીકાલથી એટલે 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસ માટે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલ્વે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

વાહનચાલકો મણિનગર ઇસ્ટ રોડથી વલ્લભાચાર્ય ચોક થઈ બીઆરટીએસ થઈ મણિનગર ક્રોસિંગ તરફ, ગાયત્રી ડેરી, અનુપમ બ્રિજ, કાંકરિયા રોડ થઈ પુનિત મહારાજ રોડ, સર્વિસ રોડ નાથાલાલ ઝઘડા બ્રિજથી મણિનગર ક્રોસિંગ રોડનો ઉપયોગ કરી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...