Monday, September 21, 2026

અમદાવાદના સ્થાપના દિવસે નગરદેવી ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

spot_img
Share

અમદાવાદ : 26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનો મહાપર્વ છે. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા.આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભવ્ય નગરયાત્રામાં માતાજીનો રથ, હાથી અખાડના કલાકારો, ભજન મંડળીઓ સાથે નગરયાત્રા વહેલી સવારથી નીકળી હતી.રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મૈયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા.

અમદાવાદમાં આજે રથયાત્રા જેવો જ એક મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા આવ્યા છે. આજના દિવસે 614 વર્ષ બાદ નગરદેવી નગરચર્યાએ નીકળ્યા છે. આ યાત્રામાં પરંપરાગત સંગીત અને નૃત્ય રજૂ કરવામાં આવી રહ્યા છે.આ એક ઐતિહાસિક ઘટના છે.આ નગરદેવીની નગરચર્યાને લઈને અમદાવાદમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નગરદેવીની નગરચર્યા દરમિયાન અમદાવાદના મુખ્ય માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

સાબરમતી રિવરફ્રન્ટ મહાલક્ષ્મી મંદિર ખાતે 30 મિનિટ રથે વિરામ લીધો, નગરયાત્રામાં જોડાયેલા અખાડા, ડીજે, ધજા પતાકા અને વાહનો ભદ્ર મંદિર પરિસર ખાતે પરત પહોંચી ગયા છે.ભદ્ર વસંત ચોક ખાતે મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવ્યા હતા.યાત્રા લાલ દરવાજા થઈ ભદ્ર મંદિર પરત ફરી. મહત્વનું છે કે, નગરદેવીની નગરચર્યાનું આયોજન સ્થાનિક સમુદાય અને મંદીર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...