Monday, September 21, 2026

AMTSની બસો પર સફેદ કલર કરવામાં આવશે, મુસાફરોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના શહેરીજનોમાં જાહેર પરિવહન સેવાના ક્ષેત્રે AMTS અનેક પ્રકારનાં ધાંધિયાં છતાં પણ પ્રીતિપાત્ર બની રહી છે, કેમ કે AMTS બસ સર્વિસ શહેરના ખૂણે ખૂણે દોડી રહી છે. બીજી તરફ AMTSના સત્તાવાળાઓ પણ વિવિધ પ્રકારની સેવાઓમાં સતત વૃદ્ધિ કરવાની દિશામાં પ્રયાસો કરી રહ્યા છે, જેના પરિણામે આગામી ઉનાળાની સિઝન દરમિયાન ગરમીને લઈને મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હવે AMTSની બસોની છત ઉપર સફેદ કલર કરવા અંગેનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરિવહન સેવા એવી AMTS બસ હવે AC કરવામાં આવી છે પરંતુ 800 માંથી મોટા ભાગની બસો NON AC છે. ઉનાળામાં મુસાફરોને ગરમીમાં રાહત આપવા માટે AMTS બસો ઉપર સફેદ કલર કરાવવામાં આ‌વશે. વિશેષ કલર થવાના કારણે ઉપરની છતથી આવતી ગરમી ઓછી થશે અને મુસાફરોને બહાર કરતાં અંદર 2 થી 3 ડીગ્રી ગરમી ઓછી લાગશે. માત્ર બસોમાં જ નહીં પરંતુ મુખ્ય બસ સ્ટેન્ડો ઉપર પણ ઉનાળાની સિઝન દરમિયાન મુસાફરોને રાહત મળે તેના માટે ગ્રીન નેટ બાંધવામાં આવશે તેમજ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવશે.આ નિર્ણયથી અમદાવાદીઓને ઉનાળાની સિઝન દરમિયાન ગરમીથી રાહત મળશે.

આગામી ઉનાળાની સિઝન દરમિયાન ગરમીને લઈને મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા હવે AMTSની બસોની છત ઉપર સફેદ કલર કરવા અંગેનો નિર્ણય લીધો છે. બસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઓછું થઈ શકે તેને લઈને આ કલર કરાવવામાં આવશે. જોકે, આ ખર્ચની વસુલાત ખાનગી એજન્સીઓ પાસેથી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મોટા બસ સ્ટેન્ડ પર કુલર કે પંખા લગાવવાની દિશામાં પણ વિચારણા હાથ ધરી છે. સાથે મોટા બસ સ્ટેન્ડ પર ગ્રીન નેટ બાંધવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...