Saturday, March 14, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી ગેરકાયદે હુક્કાબાર ઝડપાયું, PCBએ બ્રુરોસ્ટ કાફેમાંથી હુક્કા-ફ્લેવર્સ કર્યા જપ્ત

spot_img
Share

મદાવાદ : અમદાવાદમાં સરખેજ-મકરબામાં મહમદપુરા રોડ પર ગેરકાયદેસર ચાલતા હુક્કાબાર પર PCBએ દરોડા પાડ્યા છે. બ્રુરોસ્ટ કાફેના નામે ચાલતું હતું ગેરકાયદેસર હુક્કાબાર. હૂક્કામાં અલગ અલગ ફ્લેવર્સમાં નિકોટીન સાથે આપવામાં આવતી હોવાની શક્યતા PCB એ વ્યક્ત કરી છે. FSLની મદદથી તપાસ કરવામાં આવશે. કાફેમાંથી મોટી માત્રામાં હૂક્કાઓ અને ફ્લેવર્સ કબજે કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સરખેજ-મકરબામાં મહમદપુરા રોડ પર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (PCB) ટીમે રેડ કરી હુક્કાબાર પકડ્યું છે. બ્રુરોસ્ટ કેફેમાં આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર હુક્કાબાર ચલાવાતું હોવાની હકીકત PCB ટીમને મળતા તાત્કાલિક રેડ કરવામાં આવી હતી.બ્રુરોસ્ટ કેફેમાં જુદા-જુદા હર્બલ ફ્લેવરની બદલે નિકોટીનયુક્ત ફ્લેવરના તમાકુવાળા હુક્કા ભરી ગ્રાહકોને પીવડાવવામાં આવતા હોવાની હકીકત મળતા રેડ કરવામાં આવી હતી. કેફેમાં બેઠેલા કેટલાક ગ્રાહકો ત્યાં હુક્કો લઈ બેઠેલા પોલીસને નજરે પડ્યા હતા. જોકે પોલીસ કાર્યવાહી અંગે ગ્રાહકોને ખ્યાલ આવતા હડકંપ મચ્યો અને ગ્રાહકો થોડીવારમાં છુમંતર થવા લાગ્યા હતા. પ્રાથમિક તબક્કે સંચાલકો દ્વારા ફ્લેવર્ડ હુક્કા હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે PCB ટીમે FSLની મદદ લઈ હુક્કાના ફ્લેવર ચકાસ્યા હતા. જેમાંથી નિકોટીનની માત્રાવાળા હુક્કા હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનાથી બ્રુરોસ્ટ કેફેની આડમાં હુક્કાબાર ચાલતું હતું. કેફે સંચાલકોએ કેફે મેનેજર રાખ્યો હતો. ગ્રાહકોને અગવડતા ના પડે તે હેતુસર હુક્કો પીરસવા બે વેઇટરો રાખવામાં આવ્યા હતા. જે માત્ર હુક્કા અને નાસ્તો પીરસતા હતા. જ્યારે હુક્કો બનાવવા માટે કારીગર રાખવામાં આવ્યો હતો. કેફેના સંચાલન દિવ્યરાજસિંહ તથા અબ્દુલ હમીદ હોવાનું સામે આવતા બંને વિરુદ્ધ PCB એ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જોકે બ્રુરોસ્ટ કેફેમાંથી અલગ અલગ હુક્કાબારના 41 ફ્લેવર પેકેટ, 30 જેટલા હુક્કા સહિત 47 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

મુદામાલ :
(૧) હુક્કાબારના ફ્લેવર ના પેકેટ નંગ- 41 કુલ કિં.રૂ. 14,958/-
(૨) હુક્કો નંગ- 30 કિં.રૂ.30,000/-
(૩) ફોઇલ પેપર નંગ 2 કિ.રુ.00/-
(૩) ચીલમ નંગ-30 કિંમત રૂ.00/-
(૪) ચીપીયોનંગ-૦2 કિંમત રૂ.00/-
(૫) હુક્કાની પાઇપ નંગ 35 કિ.રુ.00/-
(૬) ફીલ્ટર નંગ 252 કિ.રુ.00/-
(૭) રોકડા રુપીયા 2250/-
(૮) બીલ બુક નંગ 2 કિ.રુ.૦૦/- મળી કુલ્લે કિ.રુ. 47,208/- ની મત્તાનો મુદ્દામાલ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...