Monday, March 30, 2026

અમદાવાદમાં રીલ બનાવતા કાર કેનાલમાં ખાબકી, ત્રણ યુવકો ગુમ, જુઓ CCTV Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનાં સરખેજમાં આવેલી ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકોએ સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા સારું ફતેવાડી કેનાલ આવ્યા હતા. કાર કેનાલમાં ખાબકતા સ્થાનિકોએ ફાયરને જાણ કરતા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત બચાવ કામગીરી ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી ગાડીમાં રહેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરાઈ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાંજના સમયે વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા, વેજલપુરના રહેવાસી સોલંકી ધ્રુવ અને ઋતાયુ સોલંકી રૂ. 3500ના ભાવે 4 કલાક માટે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા. વાસણા બેરેજના વિસ્તારમાં અગાઉથી જ તેમના મિત્રો પાલડી વિસ્તારમાં રહેતા વિરાજસિંહ રાઠોડ, આંબાવાડી વિસ્તારનાં યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી તેમજ પાલડી ક્રિશ દવે ત્યાં હાજર હતા.મજા માણતી વખતે યશ ભંકોડિયા અને પછી યશ સોલંકીએ ગાડી ચલાવવાનું શરૂ કર્યું. ગાડી યુ-ટર્ન લેતી વખતે કોઈ કારણસર નિયંત્રણ ગુમાવતાં ગાડી સીધા કેનાલમાં ઘસી ગઈ.

વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રો દ્વારા દોરડું નાખી બચાવવાનો પ્રયાસ થયો, પરંતુ, ત્રણમાંથી એક પણ વ્યક્તિ દોરડું પકડી શક્યો નહોતા અને વહેતા પાણીમાં તણાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ સુરક્ષાના સાધનો સાથે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કેનાલમાં પાણી છોડવાનું બંધ રાખવાથી પાણીનો સ્તર ઘટી રહ્યો છે, જેથી શોધખોળ સરળ બની રહી છે.

ફાયર બ્રિગેડની પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં ત્રણ લોકો સવાર હતા. હાલમાં તેઓના પત્તા નથી લાગ્યા. ફાયર બ્રિગેડની અનેક ટીમો અને પોલીસ સાથે મળીને અલગ-અલગ જગ્યાએ શોધખોળ કરી રહી છે. કેનાલમાં સાઇફન તરફ પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

લાપતા બનેલા યુવકોના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તમામ લોકો આશાપૂર્વક બચાવ કામગીરી તરફ જોતા જોવા મળ્યા. ફાયર બ્રિગેડની ટીમ સતત પ્રયાસમાં છે કે યુવાનોને તાત્કાલિક શોધી બહાર લાવી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...