Wednesday, March 11, 2026

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં અદાણી ફાઉન્ડેશને 1000 લખપતિ દીદીઓનું કર્યું સન્માન

spot_img
Share

અમદાવાદ: આગામી 8 માર્ચ, 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આવી રહ્યો છે ત્યારે મહિલા દિવસ પહેલાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના મુન્દ્રા ખાતે એક હજારથી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન કરવામાં આવ્યું હતું.

મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા ક્ષેત્રે કામ કરતા અદાણી ફાઉન્ડેશન દ્વારા જણાવવામાં આવ્યું કે, તેઓ મહિલાઓને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડીને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાની પૂરતી તકો પૂરી પાડીને તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે તેમજ નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.

લૈંગિક સમાનતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતાં ફાઉન્ડેશને અદાણી સોલારમાં કામ કરતી કુલ 614 મહિલાઓનું પણ સન્માન કર્યું, જેઓ એન્જિનિયરિંગ, એચઆર, મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન વગેરે જુદાં-જુદાં ક્ષેત્રોમાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે. આ સિવાય સંસ્થા કુલ 850 મહિલાઓ માટે આત્મનિર્ભર બનવા માટે નિમિત્ત બની છે.

ગુજરાત સરકારના સચિવ અને ગ્રામ્ય વિકાસ કમિશનર મનિષા ચંદ્રાએ એક વિડીયો સંદેશના માધ્યમથી આ પહેલને વધાવી લીધી હતી અને જમીની સ્તર પર નારીશક્તિના કલ્યાણ અને રૂઢિવાદી વિચારોને તિલાંજલિ આપવાની દિશામાં તેને એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અદાણી પબ્લિક સ્કૂલનાં ડાયરેક્ટર અમી શાહ તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનનાં ગુજરાતનાં CSR હેડ પંક્તિ શાહે લૈંગિક સમાનતા માટે શું થઈ શકે એ બાબતો ઉપર ભાર મૂક્યો અને તેમાં પરિવારો, સમાજ અને સૌના સહકારની વાત કરી. તેમણે જણાવ્યું કે અદાણી સોલાર દ્વારા આ દિશામાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

નોંધવું જોઈએ કે પાછલા ત્રણ દાયકાથી અદાણી ફાઉન્ડેશન સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવું આવ્યું છે. મહિલાઓના શિક્ષણ, સ્વાસ્થ્ય, ઉત્તમ જીવન અને ઉહ્યોગસાહસિકતા માટે અનેક પહેલ કરવામાં આવી અને અનેક પ્રોજેક્ટ્સ પર કામ થઈ રહ્યું છે. જેનાથી વીસ લાખથી વધુ મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવ્યાં છે.

વર્ષ 1996માં સ્થપાયેલું અદાણી ફાઉન્ડેશન સામાજિક ઉત્થાન, શિક્ષણ, આરોગ્ય, ક્લાઈમેટ એક્શનથી માંડીને સમાજ વિકાસ જેવાં અનેક ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે. હાલ ફાઉન્ડેશન દેશનાં 19 રાજ્યોનાં 6,70૦થી વધુ ગામોમાં સક્રિય છે, જેનાથી 90 લાખથી વધુ લોકોને ફાયદો મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...