Monday, September 21, 2026

રાહુલ ગાંધીનું મોટું એક્શન, ભાજપ સાથે મળેલા કોંગ્રેસના ગદ્દારોના કાઢી મૂકીશું, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બે દિવસના ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ આ દરમિયાન ભાજપ માટે અંદરખાને કામ કરતા કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યા હતા.રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસના કેટલાક નેતા ભાજપ સાથે મળેલા છે. જરૂર પડશે તો 30થી 40 લોકોને કાઢી મુકીશું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજથી જ હું એમ કહેવા માંગુ છું કે ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી. ગુજરાત કોંગ્રેસમાં બે રીતના લોકો છે એક તે છે જે જનતા સાથે ઉભા છે અને તેમના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, બીજા તે લોકો છે જે કપાયેલા છે અને તેમાંથી અડધા ભાજપ સાથે મળેલા છે. જ્યાર સુધી આપણે આ બેને અલગ નહીં કરીએ ત્યાર સુધી ગુજરાતની જનતા અમારી પર વિશ્વાસ કરી શકતી નથી.ગુજરાતની જનતા જોઇ રહી છે કે કોંગ્રેસ રેસના ઘોડાને લગ્નમાં મોકલી દીધા. આવા લોકોને અલગ તારવવાની મારી જવાબદારી છે ત્યારે લોકો કોંગ્રેસ પર વિશ્વાસ કરશે. જરૂર પડે તો 30-40 લોકોને કાઢી દઈશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે, મે કાલે સીનિયર નેતાઓ, જિલ્લા અને બ્લોક અધ્યક્ષો સાથે મુલાકાત કરી. મારૂ લક્ષ્ય હતું- તમારા દિલની વાત જાણવી અને સમજવી આ વાતચીતમાં સંગઠન, ગુજરાતની રાજનીતિ અને અહીંની સરકારના કામકાજ સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી છે. હું અહીં માત્ર કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો પણ રાજ્યના યુવાઓ, ખેડૂતો, મહિલાઓ અને નાના વેપારીઓ માટે આવ્યો છું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...