Monday, September 21, 2026

અમદાવાદ પોલીસ કમિશ્નરે એક સાથે 1543 પોલીસ કર્મચારીઓની કરી આંતરિક બદલીઓ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પોલીસબેડા સાગમટે બદલીઓ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે 1543 પોલીસકર્મીઓની બદલી કરી છે. ASI થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે. 1543 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતના મહત્ત્વના સ્થળ પર ફરજ બજાવતાં મોટાભાગના સ્ટાફને ફેરવી દેવાયો છે. આ તમામ પોલીસ કર્મી છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહ્યાં હતા.

પોલીસ કમિશરે કરેલી બદલીના ઓર્ડરમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે કોઇએ વળતો પત્રવ્યવહાર પણ કરવો નહીં અને બદલી કરવામાં આવેલા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઇ જવું. મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા પણ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 1500થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...