Monday, September 21, 2026

અમદાવાદ પોલીસે 1100થી વધુ ગુંડાઓ અને અસામાજિક તત્ત્વોની યાદી કરી તૈયાર, ગુનેગારોમાં ફફડાટ

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. અમદાવાદની આ ઘટના બાદ રાજ્યના પોલીસ વડા એક્શનમાં આવ્યા હતા અને 100 કલાકની અંદર ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવા જણાવ્યું હતું. અમદાવાદ પોલીસે શહેરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 1100થી વધુ ગુંડાઓની યાદી તૈયાર કરી લીધી છે. અમદાવાદમાં ગુંડાઓ સામે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસે શહેરમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 1100થી વધુ ગુંડાઓની યાદી તૈયાર કરી લીધી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા લિસ્ટ બનાવવાની મૌખિક જવાબદારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવી છે.500 કરતા વધુ શરીર સંબંધી ગુનેગારો અને 400 કરતા વધુ પ્રોહીબિશનના લિસ્ટેડ બુટલેગરોના નામની યાદી તૈયાર કરી દેવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. 1100 કરતા વધુ આરોપીઓ વિરૂદ્ધ શહેર પોલીસ કડક હાથે કામગીરી કરશે.

અમદાવાદ પોલીસે શહેરમાં ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા 1100 લોકોની યાદી બનાવી છે જેમાં ચોરી, લૂંટ, ડ્રગ્સ, ગેંગવોર અથવા અન્ય ગંભીર અપરાધોમાં સામેલ લોકોનો સમાવેશ થાય છે.આ યાદી બનાવવાનું મુખ્ય લક્ષ્ય શહેરમાં ગુનાઓને ઘટાડવું, ગુનેગારો પર નજર રાખવી અને શાંતિ-સુરક્ષા જાળવવાનું છે.અમદાવાદ પોલીસ ગુનેગારો પર નજર રાખી રહી છે અને તેમની ગતિવિધિઓને ટ્રેક કરી રહી છે જેને કારણે ગુનાઓ બનતા અટકાવી શકાય.

તમને જણાવી દઈએ કે હોળીના દિવસે અસામાજિક તત્વોએ તલવાર, ડંડા અને છરીઓ સાથે આતંક મચાવ્યો હતો. રસ્તા પરથી પસાર થતા લોકોને રોકી વાહનોમાં તોડફોડ કરી હતી.. રસ્તે જતા લોકોને માર્યા હતા.. દુકાનોમાં પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે આ અસામાજિક તત્વોની જાહેરમાં ધોલાઇ કરી હતી..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...