અમદાવાદ : અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઇવ કરતા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 21 માર્ચના રોજ એક જ દિવસમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા ટુ વ્હીલર,થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વિરૂદ્ધ 22 ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 21 માર્ચના રોજ એક જ દિવસમાં રોંગ સાઇડ ડ્રાઇવ કરતા ટુ વ્હીલર,થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વિરૂદ્ધ 22 ફરિયાદ નોંધવામાં આવી છે. આ અગાઉ અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરાત કરાઈ હતી કે હવે કોઇ પણ નાગરિક રોંગસાઇડ વાહન ચલાવતા પકડાશે તો તેની સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસે નાગરિકોને રોંગસાઇડ વાહન ના ચલાવવા માટે અપીલ કરી છે.
તારીખ ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ રોંગ સાઈડ ડ્રાઇવ કરતા વાહન ચાલક વિરુદ્ધ કરવામાં આવેલ FIR ની વિગત.
અમદાવાદ શહેર પોલીસ આપને વિનંતી કરે છે કે, રોંગ સાઈડ વાહન ચલાવશો નહીં.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice @GujaratPolice pic.twitter.com/NoIgc0lRfd— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) March 23, 2025
રોંગ સાઇડ વાહન ચલાવવું એક ગુનો છે કારણ કે તેનાથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓને જીવનું જોખમ ઉભું થાય છે. રોંગ સાઇડ ડ્રાઈવીંગ કરવાથી અકસ્માતની શક્યતા વધી જાય છે. જેથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને રોંગ સાઇડ વાહન ન ચલાવવા અપીલ કરે છે. રોંગ સાઇડ વાહન ચલાવતા વાહનચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ વસૂલ કરવાની કામગીરી સહિતનું ચિત્ર અદાલત સમક્ષ રજૂ કરાયું હતું. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો વિક્રમી અને ઐતિહાસિક દંડ વસૂલ્યો હોવાની માહિતી રેકર્ડ પર આવી હતી.