અમદાવાદ : અમદાવાદમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ કમિશનર દ્વારા આજે ક્રાઈમ બ્રાન્ચમાં શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં દર રવિવારે શહેરના ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચમાં હાજરી પુરાવવા આદેશ કરવામાં આવ્યો છે.આજે પ્રથમ રવિવારે પોલીસ કમિશનરની હાજરીમાં 353 ગુનેગારોને બોલાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકની અધ્યક્ષતામાં અમદાવાદના તમામ ઉચ્ચ અધિકારીઓની ક્રાઈમ બ્રાન્ચમાં બેઠક મળી હતી.આ બેઠક બાદ શહેરના ગુનેગારો પૈકી 353 ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચમાં હાજર કરવામાં આવ્યા હતા.આ તમામની પોલીસ કમિશનરની હાજરીમાં પૂછપરછ કરવામાં આવી છે.આ ગુનેગારો અત્યારે કઈ પ્રવૃત્તિઓ કરે છે તેની પણ નોંધણી કરવામાં આવી છે.ગુનેગારોને પોલીસ દ્વારા પોલીસની જ ભાષામાં સમજાવવામાં પણ આવ્યા છે.
અમદાવાદમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 1481 લુખ્ખા તત્વોની યાદી બનાવવામાં આવી છે. જે ગુનેગારોને દર રવિવારે પોલીસ રાઉન્ડ અપ કરશે. કાયદાનો ભય રહે તે માટે પોલીસ કડક કાર્યવાહી પણ કરશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તે જ જૂની પદ્ધતિ ફરિવાર શરૂ કરી છે. હવેથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દર રવિવારે અમદાવાદના ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવી તેઓની સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપશે.
પોલીસ કમિશનરે 12 વર્ષ પહેલાંની કાર્યવાહીનો અમલ કરવા આદેશ આપ્યો છે. આરોપીઓને ક્રાઇમબ્રાંચ બોલાવી પૂછપરછ કરવામાં આવશે. દસ સપ્તાહે આરોપીઓને બોલાવીને પૂછપરછ કરાશે અને ક્રાઇમબ્રાન્ચે 353 આરોપીઓને બોલાવીને પૂછપરછ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસે કુલ 1481 લુખ્ખા તત્વોની યાદી બનાવી છે.
કુલ 1481 આરોપીઓનુ લિસ્ટ…
353 આરોપી ક્રાઈમ બ્રાન્ચમાં હાજર
બુટલેગર – 303
જુગાર – 21
શરીર સંબંધિત – 687
મિલકત સંબંધિત – 424
Ndps અને અન્ય – 46
ચેઇન સ્નેચિંગ – 60
વાહન ચોરી – 139
મોબાઈલ સ્નેચિંગ – 70
શરીર સંબંધિત – 8
લૂંટ અને ઘરફોડ – 4
અન્ય ચોરી – 72


