Monday, September 21, 2026

અમદાવાદમાં પોલીસની ઉમદા કામગીરી, આપઘાત કરવા નીકળેલ પરિવારના ચાર સભ્યોનો બચાવ્યો જીવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક ઉમદા કામગીરી કરવામાં આવી છે, આર્થિક સંકળામણના કારણે કંટાળીને સામૂહિક આપઘાત કરવા નીકળેલા પરિવારને શોધી આત્મહત્યા કરતા પહેલા બચાવી લેવામાં આવ્યો છે. પિતાએ પોલીસને જાણ કરતાં લોકેશનના આધારે પરિવાર સુધી પોલીસ પહોંચી હતી અને પરિવારના ચાર સભ્યોનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ (નામ બદલેલ છે) 25 માર્ચ 2025 ના રોજ ઇસનપુર ખાતે આવ્યા હતા અને જાહેરાત કરી હતી કે તેઓનો દીકરો તેની પત્ની અને બે બાળકો સાથે પોતે આત્મહત્યા કરવા જાય છે તે પ્રકારની ચિઠ્ઠી લખીને ઘરેથી પરિવાર નીકળી ગયો હતો. જે રજૂઆતના આધારે ઇસનપુર પોલીસે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી હતી.

ઇસનપુર પીઆઇ બી.એસ જાડેજા અને પીએસઆઇ સહિતનો સ્ટાફ પરિવારની શોધખોળમાં લાગ્યો હતો. જે બાદ મોબાઇલ નંબરના લોકેશન મેળવી પરિવારને શોધી કાઢવામાં આવ્યો હતો અને તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે રાકેશ (નામ બદલેલ છે) તથા તેની પત્નીએ પોતે મકાન રીપેરીંગ માટે લોન લીધી હતી અને જેના હપ્તા ચાલુ હોય અને પોતે લોનથી રીક્ષા લીધી હોય જેથી રીક્ષા ચલાવી પોતે લોનના હપ્તા ભરી શકતો ન હોય આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો.

જેથી પોતાના પરિવાર સાથે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરવા માટે નીકળી ગયો હતો, જેથી પોલીસે ગણતરીના કલાકોમાં આત્મહત્યા કરવા નીકળેલા પરિવારને શોધીને ચાર વ્યક્તિના જીવ બચાવી લીધા હતા. જે બાદ જે ડિવિઝન એસીપી પ્રદિપસિંહ જાડેજાએ પોતે પરિવારજનોને પોલીસ સ્ટેશન ખાતે મળીને આત્મહત્યા ન કરવા અંગે સમજણ આપી હતી. અને તેઓના પરિવારજનોને બોલાવીને મિલન કરાવી પ્રજા પોલીસની મિત્ર છે તે સૂત્રને સાર્થક કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...