Monday, September 21, 2026

મકાન ભાડે આપતા પહેલા આ નવો નિયમ જાણી લેજો, સરકારે નાંખ્યો વધારાનો બોજો

spot_img
Share

અમદાવાદ : જો તમે પણ કોઈને તમારી રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપી રહ્યા છો અથવા તમે કોઈને રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપી રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. આજે અહીં નવા નિયમો જણાવવા જઈ રહ્યા છીએ, જે મકાન માલિક અને ભાડૂઆત બંનેએ જાણવા જરૂરી છે. ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ સ્ટેમ્પ ડ્યુટી ન ભરે કે ખોટી માહિતી આપે તો તેને 200 રૂપિયાથી લઈને 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ ભાડાની મિલકત પર પણ સરકારે નવો નિયમ લાગુ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્ટેમ્પ સુધારા વિધેયકમાં મોટા સુધારામાં ભાડાં પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પરનો બોજો પણ વધારવામાં આવ્યો છે. 11 મહિના 29 દિવસના ભાડાકરાર રહેઠાણ માટે હોય તો તેને માટે રૂા.500નો સ્ટેમ્પ અને કોમર્શિયલ માટે રૂા.1000નો સ્ટેમ્પ વાપરવાની જોગવાઈ છે. આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહિ દર્શાવવામાં આવી હોય તો તેને માટે રૂા. 10000નો સ્ટેમ્પ વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકાના દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.

સરકારે ડ્યૂટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી ડ્યૂટીની રકમ પર નહિ, પરંતુ ડ્યૂટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા વિધેયકના માધ્યમથી લાવવામાં આવી છે.કલેક્ટર સમક્ષ તેને માટે અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટેના સમયગાળા તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહિ. આ ગાળા માટે કોઈ જ દંડ કરવામાં આવશે નહિ.

ભારતીય કાયદામાં ભાડૂઆતો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. આમાંના એકમાં ભાડા કરાર સંબંધિત કાયદો પણ શામેલ છે. ભારતીય નોંધણી અધિનિયમ, 1908 ની કલમ 17(D) હેઠળ વર્ષમાં 12 મહિના હોવા છતાં એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર અથવા લીઝ કરાર નોંધાવવો ફરજિયાત નથી. આનો અર્થ એ થયો કે મકાનમાલિક કોઈપણ નોંધણી વગર ફક્ત 11 મહિના માટે ભાડા કરાર કરી શકે છે. એટલે કે ભાડા પર ઘર આપતી વખતે ઘરમાલિકો અને ભાડૂઆતોને દસ્તાવેજ નોંધાવવા અને નોંધણી ચાર્જ ચૂકવવા માટે સબ-રજિસ્ટ્રાર ઑફિસમાં જવાની જરૂર રહેતી નથી.

11 મહિના માટે ભાડા કરાર કરવા પાછળનું બીજું મોટું કારણ કે ફાયદો એ છે કે આ સમયગાળા માટે કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ચૂકવવાની જરૂર નથી. જો ભાડા કરાર એક વર્ષથી ઓછા સમયગાળા માટે કરવામાં આવે છે, તો તેના પર ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ફરજિયાત નથી. 11 મહિનાનો ભાડા કરાર મકાનમાલિકની તરફેણમાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...