Wednesday, April 29, 2026

અમદાવાદીઓ જોઈને ખાજો, પીઝામાંથી ખીલી નીકળી, AMCના ફૂડ વિભાગે શોપને સીલ માર્યું

spot_img
Share

અમદાવાદ : પીઝામાંથી જીવડા બાદ હવે આ રીતે ખીલી નીકળી હોવાની ઘટના સામે આવી છે. ખાનાર નસીબદાર હતા કે મોઢામાં આવતાં જ એમને ખ્યાલ આવી ગયો અને પેટમાં ન ગઈ. ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા પાપા લુઈઝ પિઝાની છે, જ્યાં 27 માર્ચે એક ગ્રાહક મિત્રો કે પરિવારજનો સાથે પિઝાનો સ્વાદ માણવા તો પહોંચ્યા પરંતુ ખાવાની શરૂઆત કરી ત્યાં જ એમનો મૂડ મરી ગયો હતો. કારણ કે આવડી મોટી ખીલી જો કદાચ કોઈ બાળકના મોઢામાં આવી હોત અને બાળક ખીલી ગળી ગયું હોય તો શું હાલત થાત એ કલ્પના જ ધ્રુજાવી મૂકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નિકોલ વિસ્તારમાં આવેલી પાપા લુઈસ નામની પીઝા શોપમાં એક વ્યક્તિ અન્ય લોકો સાથે પીઝા ખાવા માટે ગયા હતા. તેઓએ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. ત્યાર બાદ ડ્રિંક્સ અને પીઝા સર્વ થવાની શરૂઆત થઈ હતી. જેમાં બીજો કોર્ન પીઝા આવ્યો હતો. જે ખાતાની સાથે જ તેમના મોઢામાં કંઈક મજબૂત વસ્તુ વાગી તેવું લાગ્યું હતું. જેથી તેઓએ જ્યારે મોઢામાંથી બહાર કાઢીને જોયું તો પીઝાના કોર્નમાં ખીલી હોવાનું સામે આવ્યું હતું. ખીલી નીકળી હોવાથી તેઓએ આ મામલે તાત્કાલિક શોપના જવાબદાર વ્યક્તિને ત્યાં બોલાવ્યા હતા.

પાપા લુઈસ પીઝાના જવાબદાર વ્યક્તિને બોલાવી અને આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને જો આ ખીલી શરીરમાં જતી રહી હોત તો કેટલું મોટું આરોગ્યને નુકસાન થયા તેમ કહ્યું હતું. શોપના જવાબદાર વ્યક્તિએ પણ ભૂલ થઈ ગઈ તેવું સ્વીકાર્યું હતું અને ત્યાર બાદ આવી ઘટના હવે નહીં બને અને અમે ધ્યાન રાખીએ છીએ, પરંતુ કોઈ કારણોસર ઉપરથી આ ખીલી પડી ગઈ હોય તેવું લાગે છે. જેથી ગ્રાહકે કહ્યું હતું કે, તમારા રસોડામાં તમે કેવી રીતે ધ્યાન રાખો છો કે આ ત્યાંથી આવી ગયું. આ રીતે હોટલના જવાબદાર વ્યક્તિ પાસે જવાબ માગ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે આ મામલે ફરિયાદ મળતાની સાથે જ તેઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકોલના પાપા લુઈસ પીઝા ખાતે તપાસ માટે ટીમ મોકલી આપી હતી. ફૂડ વિભાગ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરી પાપા લુઈસ પીઝાને સીલ મારવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...